Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

કચ્છમાં ૪૭૮ પૈકી ૧૧૨ પંચાયત સમરસ : ૩૬૬માં ૫૬૪૨ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૯ :  ગ્રામ પંચાયતોની ચૂંટણીઓએ કચ્છ જિલ્લામાં ઠંડી અને કોરોનાના ભયને ભુલાવી રાજકીય ગરમાવો સજર્યો છે. કચ્છમાં કુલ ૪૭૮ ગ્રામ પંચાયતની ચૂંટણી માં ૧૧૨ ગ્રામ પંચાયત સમરસ થઈ છે.

૧૦૫ સરપંચ અને ૧૫૭૩ સભ્યો એમ કુલ મળી ૧૬૭૮ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જયારે બાકી રહેતી ૩૬૬ ગ્રામ પંચાયતની ચૂંટણી થશે જેમાં કુલ ૫૬૪૨ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે.

દસ તાલુકાઓ પૈકી સૌથી વધુ સમરસ ગ્રામ પંચાયત ભુજ તા.માં છે, ૨૯ સરપંચ અને ૪૩૮ સભ્યો બિનહરીફ થયા છે.

(10:14 am IST)