Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

LRDની પરીક્ષાના મેરીટ લિસ્ટમાં અન્યાય થયાના આક્ષેપ :જૂનાગઢમાં રબારી સમાજની રેલીમાં સરકાર સામે આક્રોશ

આગામી સમયમાં જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ઉગ્ર આંદોલન કરાશે

 જૂનાગઢ: લોકરક્ષદળની પરીક્ષાનો વિવાદ આજદિન સુધી ચાલી જ રહ્યો છે, પહેલા LRDની પરીક્ષાનું પેપર ફૂટી ગયું, પછી પરીક્ષા પાછી લેવાઇ, હવે મેરિટ લિસ્ટમાં ગોટાળા હોવાના આરોપ લાગ્યા છે. કેટલાક ઉમેદવારોના 85 જેટલા માર્કસ હોવા છંતા તેમની પસંદગી થઇ નથી

 , જૂનાગઢમાં રબારી સમાજના યુવાનો અને વડીલોએ એક મોટી રેલી કાઢી હતી, આરોપ લગાવાયા છે કે લોકરક્ષક દળની પરીક્ષાના મેરિટ લિસ્ટમાં રબારી સમાજના યુવાનોને અન્યાય થયો છે. રેલીમાં આવેલા લોકોએ આ અંગે કલેક્ટરને આવેદન પત્ર આપીને ન્યાયની માંગ કરી છે.

  રબારી સેવા સમાજના પ્રમુખ વરજાંગભાઇ હુણે જણાવ્યું કે, લોકરક્ષક દળની પરીક્ષાના મેરિટ લિસ્ટમાં સૌરાષ્ટ્રના ગીર, બરડા અને આલેચના જંગલ વિસ્તારના અનૂસુચિત જાતિના રબારી સમાજના ઉમેદવારોની બાદબાકી કરી દેવામાં આવી છે, તેમને નોકરીથી વંચિત રાખવામાં આવ્યાં છે, આગામી સમયમાં જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ઉગ્ર આંદોલન કરાશે,અત્રે ઉલ્લેખનીય છે લોકરક્ષક દળની પરીક્ષામાં કેટલાક ઉમેદવોરાનું પરિણામ પેન્ડીંગ રખાયું છે, જે ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે.

(8:28 pm IST)