Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

સાવરકુંડલાના રામગઢનો વેપારી પાસા તળે જેલમાં

સાવરકુંડલાઃ સાવરકુંડલા તાલુકાનાં રામગઢ મુકામે વ્‍યાજબી ભાવની દુકાન પંડીત દિનદયાળ ગ્રાહક સહકારી ભંડાર દુકાન વ્‍યાજબી ભાવના દુકાનદાર સંચાલક જયરાજભાઇ ખોડુભાઇ ખુમાણ મોટા પ્રમાણમાં ગેરરિતી કરેલાનું અને ખોટા બીલો બનાવી ગેરકાયદેસર રીતે ઓફ લાઇન વેચાણ કરેલ હોવાનું તપાસ દરમ્‍યાન મળી આવતાં મજકુર ઇસમને આવશ્‍યક ચીજ વસ્‍તુઓના કાળા બજાર અટકાવવા અને પુરવઠો જાળવવા બાબતનો અધિનિયમ ૧૯૮૦ ની કલમ ૩ ની પેટા કલમ ર હેઠળ અમરેલી જીલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી આયુષ ઓક પી.બી.એમ. ( પ્રિવેન્‍શન ઓફ બ્‍લેક માર્કેટીંગ ર્)ં તળે વોરંટ ઇશ્‍યુ કરતાં જે વોરંટ આધારે ર્ંઅમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય સુચના મુજબ અમરેલી ર્ંએસ.ઓ.જી.ના પોલીસ ઇન્‍સ.  કે.ડી. જાડેર્જાં તથા ર્ંપોલીસ સબ ઈન્‍સ. એમ.એ.મોર્રીં તથા ર્ંએસ.ઓ.જી.ટીર્મં દ્વારા અટકાયતમાં રાખવા મોકલી આપવામાં આવેલ છે. અને આવશ્‍યક ચીજવસ્‍તુઓના કાળા બજાર જેવી સમાજ વિરોધી પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણી રૂપે કડક કાર્યવાહી કરેલ છે.

(1:51 pm IST)