Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પંચાયતના સદસ્યોને ૨૦ લાખની મર્યાદામાં કામો સુચવવાના રહેશે

મોરબી તા.૯:   મોરબી જીલ્લા પંચાયત સ્વભંડોળમાંથી કામ કરવા માટે પંચાયતના દરેક સદસ્યોને ૨૦ લાખની મર્યાદામાં કામો સૂચવવા માટે જણાવ્યું છે આગામી સામાન્ય સભા પૂર્વે સદસ્યો પાસેથી વિકાસકાર્યોના સૂચનો મંગાવ્યા છે જેથી સામાન્ય સભામાં મંજુર કરી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરી સકાય

 મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ પંચાયતના સદસ્યોને લેખિત સુચના આપીને કામો સૂચવવા જણાવ્યું છે જેમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના કામો લઇ શકાશે જેવા કે શાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત હસ્તકની જાહેર જગ્યાઓ ભૂગર્ભમાં પાણી ઉતારવાની યોજના તથા મોટા ટાંકા બનાવી ભૂગર્ભના જળ સંચય કરવાની યોજના પરંતુ કુવા ઊંડા કરવાના કામો કરી શકાશે નહિ. તે ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગ્રામ પુસ્તકાલયો બનાવવા અને નિભાવવા, ભૂગર્ભ ગટર યોજના બનાવવી, ઘન કચરા માટે કમ્પોસ્ટીંગ સાઈટ બનાવવી, ઘન કચરા નિકાલની વ્યવસ્થા, ગ્રામ્ય એપ્રોચ રોડ બનાવવો, ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામ હાટ બનાવવા, ગ્રામ પંચાયત વિસ્તારમાં વીજળીકરણની સુવિધા કરવી જેમાં એલઇડી અગ્રતા આપવી.

  તે ઉપરાંત ગ્રામ પંચાયત હસ્તકના મકાનો માટે વસ્તીના ધોરણને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ નીતિ મુજબ બાંધકામ અને અપગ્રેડશન કરવું, આંગણવાડીના મકાન અને શાળાના ઓરડા બનાવવા માટે ઉપયોગ કરી શકાશે. સીનીયર સીટીઝન બેસવા માટે બાંકડા સહીત વિસામો વન કુટીર બનાવીને બાંકડા મૂકી સકાય. સીસીટીવી માધ્યમથી સિક્યુરીટી સીસ્ટમ મુકવી, ઉકરડા દુર કરવા, સાર્વજનિક રસ્તાઓ, તળાવો કિનારે વનીકરણ અને બ્યુટીફીકેશન, પક્ષીઓ માટે ચબુતરો, સહિતના કામો સુચવી શકાશે જે કામોની યાદી વિસ્તારના સરપંચ મારફત જીલ્લા વિકાસ અધિકારીને સંબોધીને તા. ૧૪ સુધીમાં પહોંચતા કરવા જણાવ્યું છે 

(12:06 pm IST)