Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

વિંછીયામાં જુગારના હાટડા પર પોલીસ ત્રાટકીઃ ૧૧ પતાપ્રેમીઓ ઝપટે ચડી ગયા

ગફાર શાહમદાર તેના ઘરમાં જુગાર રમાડતો'તોઃ ૪૩ હજારનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. ૯: વિંછીયામાં શિવાજીપરામાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૧૧ શખ્સોને ઝડપી લીધા હતા.

વિંછીયામાં શિવાજીપરામાં રહેતો ગફાર જમાલભાઇ શાહમદાર તેના ઘરે જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પીએસઆઇ એમ. જે. પરમાર તથા પો. કો. મહેશભાઇ સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) વિજય કેસાભાઇ વાલાણી, (ર) વલ્લભ હેમુભાઇ તાવીયા (૩) રજાક જમાલભાઇ શામદાર (૪) ગફાર જમાલભાઇ શામદાર (પ) અલ્તાફ શરીફભાઇ ગીગાણી (૬) દિન્શે બચુભાઇ રાજપરા (૭) સુરેશ અરવિંદભાઇ ઝાપડીયા (૮) દયાશંકર મહાવીરભાઇ કોળી (૯) કલ્પેશ રણછોડભાઇ રાજપરા (૧૦) પંકજ જયંતીભાઇ ખીહડીયા તથા (૧૧) ઇમ્તીયાઝ ગફારભાઇ શામદાર રે. તમામ વિંછીયાને રોકડા રૂ. ર૧૮૮૦ તથા મોબાઇલ નંગ-૬ મળી કુલ ૪૩૩૮૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:06 pm IST)