Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક : રાખવી કયાં ? : જગ્યા ઘટી

યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની લાંબી કતારો જામી

જામનગર, તા. ૯ : એક તરફ દેશમાં ડુંગળીના ભાવ ભડકે બળી રહ્યા છે બીજી તરફ જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક થઇ છે. આવક એટલી કે યાર્ડમાં ડુંગળી રાખવા જગ્યા ખૂટી પડી છે. અને યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની લાંબી કતારો જામી છે જો કે અછતમાં ઓછાયા વચ્ચે ડુંગળીની મબલખ આવક સામે યોગ્ય ભાવ ન મળતા હોવાની ફરીયાદ ઉઠી છે.

(11:59 am IST)