Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પોરબંદરમાં મરીન૧૦૮ બોટ એમ્બ્યુલન્સની સમયસરની કામગીરીથી ૩ ખલાસીઓના જીવ બચ્યા

પોરબંદર તા ૯   : મરીન ૧૦૮ એમ્બ્યુલન્સની સમયસરની કામગીરીથી ફિશીંગ બોટમાં બીમારીથી હાલત બગડી થયેલ એક ખલાસી તેમજ અન્ય બોટમાં પ્રાયમસ ફાટતા દાઝી ગયેલ ર ખલાસીઓના જીવ બચી ગયા હતા.

મીયાણી /હર્ષદ આજુબાજુ વિસ્તારમાં દરિયામાં માચ્છીમારી કરી રહેલ બોટના માલિક રમેશભાઇ કાનજીભાઇ ગોહેલની બોટ નામે સુર્ય-સાગર IND-GJ25MM-2620 માં અચાનક ખલાસી વનાભાઇ અમરાભાઇ રહેવાશી ઉના, જે અચાનક માચ્છીમારી દરમ્યાન બીમાર પડતા મરીન ૧૦૮ બોટ એમ્બ્યુલન્સને તાત્કાલીક ધોરણે જાણ કરતા દરીયામાંથી સારવાર માટે પોરબંદર  સિવીલ હોસ્પીટલ ખાતે પહોંચાડવામાં આવેલ. તે રીતે નિતાબેન ઉપેન્દ્ર બાદિયાવાલા માલીકીની બોટ નામે ન્ગુ સમીરાજ  IND-GJ25MM-4447માં રસોઇ બનાવતા અચાનક પ્રાઇમસ ફાટવાને કારણે અકસ્માત થતા તેમાં રહેલ ખલાસી સચીન નગીન વારલી ઉ.વ.૧૯ રહેવાસી સરીગામ તેમજ તેમની સાથે નરેશ રવીયા વારલી ઉ.વ.૨૪, રહેવાસી સરીગામ ના બન્ને ખલાસીઓ દાઝી જવાના કારણે મરીન ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ દ્વારા દરીયામાંથી લાવવામાં આવેલ હતા અને તેમને સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસિપટલ ખાતે પહોંચાડવામાં આવેલ હતા.

આ મરીન ૧૦૮ એમ્બ્યુલન્સની સારી કામગીરી કરવામાં આવે છે અને જે કોઇ દરીયામાં ખલાસી બીમાર પડતા હોય છે તેમને તાત્કાલીક ધોરણે સારવાર માટે કિનારે પહોંચાડવાની કામગીરી કરીને દરિયામાં માચ્છીમારી કરતા ખલાસીઓના જીવ બચાવી લેવામાં આવે છે.

બોટ એસોસીએશનની ફરીયાદમાં બંદરની મુખ્ય ચેનલમાં રેતીનો ભરાવો હોવાને કારણે સમયસર આ મરીન એમ્બ્યુલન્સ બંદરની અંદર આવી શકતી નથી તેના કારણે આ મરીન અ ેમ્બ્યુલન્સની અંદર બીમાર ખલાસીને ત્રણથી ચાર કલાક સુધી હાઇ-ટાઇડની રાહ જોવી પડે છે તેમના માટે ખલાસીઓને સમયસર હોસ્પીટલ ખાતે પહોંચી શકતા નથી. તેવી માચ્છીમારોની અનેક ફરીયાદો ઉઠે છે અને બારાના મુખમાંથી વહેલામાં વહેલી તકે ડ્રેજીંગ કરવું જોઇએ.

(11:54 am IST)