Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પોરબંદરની હાઇવે હોટલોમાં ચેકીંગ : એકસપાયરી ડેઇટ પૂરી થયેલ સોસની ૧પ બોટલોનો જથ્થો ઝડપાયો

હોટલોમાં રીન્યુ કર્યા વિનાના ફાયર સેફટીના સાધનો : મામલતદાર અને પુરવઠાની ટીમ ત્રાટકી

પોરબંદર, તા. ૯ : બોખીરા-દ્વારકા હાઇવે ઉપર હોટલોમાં પોરબંદર મામલતદાર અને પુરવઠાની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તપાસ દરમિયાન એક હોટલમાંથી એકસપાયરી ડેઇટ પૂરી થઇ હોય તેવા સોસની ૧પ બોટલોનો જથ્થો મળી આવેલ તેમજ રેસ્ટોરન્ટોમાં ફાયર સેફટી નિયમ મુજબ અને એકસપાયરી ડેઇટ પૂરી થઇ ગયેલ હોય તવા જોવા મળેલ. આવા ફાયર સાધનો રીન્યુ કરાવવા સૂચના અપાઇ હતી.

બોખીરા-દ્વારકા હાઇવે પર જુદા જુદા રેસ્ટોરન્ટોમાં મામલતદારશ્રી પોરબંદર તથા પુરવઠાની ટીમ દ્વારા રાંધણગેસની બોટલો, ફાયર સેફટી અંગેના સાધનો, ખાદ્યચીજો અંગેની આકસ્મીક તપાસણી કરાવામાં આવી હતી જે તપાસણી દરમ્યાન રેસ્ટોરન્ટોમાં સેફટી અંગેના સાધનો અકસપાયરી થયેલા જોવા મળતા તેવા રેસ્ટોરન્ટોને આ સાધનો રીન્યુ કરાવી લેવા સુચના આપવામાં આવી તથા ધ ગ્રાન્ડ ચામુંડા હોટલમાંથી સોસની ૧પ નંગ બોટલ એકસપાયરી ડેઇટ નીકળતા પોરબંદર નગરપાલિકા ફૂડ ઇન્સ્પેકટરશ્રીને આ બાબતે જાણ કરતા ફૂડ ઇન્સ્પેકટર દ્વારા આ સોસની ૧પ બોટલના જથ્થાનો સ્થળ ઉપર નાશ કરી હોટલના વ્યવસ્થાપકન ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ રૂલસ-ર૦૦૬ હેઠળ ધારધોરણસરનું પાલન કરવા લેખીત નોટીસ આપેલ છે.

(11:53 am IST)