Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ભાવનગરમાં સોશ્યલ મિડીયાથી ફ્રેન્ડ બનાવી વિકાસ યાદવનું દુષ્કર્મ

ભાવનગર તા. ૯: ભાવનગરની યુવતીને સોશ્યલ મિડીયામાં માધ્યમથી ફ્રેન્ડ બનાવી શહેરનાં જવાહર મેદાનમાં બળાત્કાર ગુજારી માર મારી યુવાન નાસી છુટતાં યુવતીની ફરીયાદને આધારે પોલીસે યુવાનને ઝડપી લીધો છે.

બનાવની વિગતો એવી છે કે ભાવનગર શહેરનાં વિદ્યાનગરમાં આવેલ એક કોલેજમાં અભ્યાસ કરતી રર વર્ષની યુવતીને વિકાસ ઉર્ફે આદિત્ય રામસેવકસીંગ યાદવ (ઉ.વ. ર૩ રહે. નગલાકલુળા જી.એસ, ઉત્તર પ્રદેશ) એ શહેરમાં જવાહર મેદાન ખાતે લઇ જઇ ધમકી આપી બળાત્કાર ગુજારી માર મારી ધમકી આપી નાસી છુટયો હતો. આ અંગે ભોગ બનનાર યુવતીએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી યુવાન વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો નોંધી તેને ઝડપી લઇ તપાસ હાથ ધરી છે. યુવતીનાં જણાવ્યા મુજબ સોશ્યલ મીડીયા ફેસબુકથી સંપર્કમાં આવ્યા બાદ મિત્રતા બંધાઇ હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

(11:50 am IST)