Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ઉપલેટામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતો શખ્સ ૧૨૦ કિલોના જથ્થા સાથે ઝડપાયો

નગરપાલિકાની ટીમે દરોડો પાડતા વેપારીઓમાં ફફડાટ

ઉપલેટા, તા.૯: કસાઈ વાડા પાસે આવેલ જંગપીરની દરગાહ પાસેની શેરીમાં રહેતા અને સિંધી માર્કેટ પાસે ઉભા રહી તેમજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તથા આજુબાજુના ગામડાઓમાં પોતાના મોટરસાયકલ ઉપર પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાઓ છેલ્લા ધણા સમયથી વહેંચતો શખ્સ  વહેલી સવારે ૬ૅં૩૦ વાગ્યે સિંધી માર્કેટ પાસે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા વહેંચી રહ્યો હોવાની  ખાનગી રાહે માહિતી મળતા નગરપાલિકાની ટીમ દ્વારા આ અંગે ચેકિંગ હાથ ધરતા એક ટીવીએસ એકસેલ મોટરસાયકલ ઞ્થ્ ૩ ઝ્રઘ્ ૮૭૧૩ નંબર વાળા મોટરસાયકલ પર થેલાઓ રાખીને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાનુ વેચાણ કરતા સલીમભાઈ હારૂનભાઈ ગોલાવાળા પાસેથી પોતાના મોટરસાયકલ ઉપરથી કુલઙ્ગ ૮ પ્લાસ્ટિકના થેલા જેમાં ૨ મોટા થેલા,૫ નાના થેલા,૧ નાની થેલીમાંઙ્ગ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા ભરેલ હોય જેનુ કુલ વજન ૧૨૦ કિલો જેટલું હોય જેની અંદાજીત કિંમત ૧૨૦૦૦/૦૦ રૂપીયા જેટલી થવા જાય છે આ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા જપ્ત કરવામાં આવેલ.તેમજ આ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાઓનુ

વજન સલીમભાઈ હારૂનભાઈ ગોલાવાળાની અને પંચોની રૂબરૂમાં કરવામાં આવ્યું હતુ.તેમજ આ પ્લાસ્ટિકના જથ્થાને નગરપાલિકા દ્વારા જપ્ત કરવામાં આવેલ હતો.નગરપાલિકાઙ્ગ દ્વારા શહેરમાં આજે વહેલી સવારે આ પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપતા શહેરમાં આવું પ્રતિબંધિત પ્લાસ્ટિક વહેંચતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામેલ અને પોતાની પાસે પડેલા આ પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાને સગેવગે કરવામાં લાગી ગયા હતા. નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા વહેંચવા અંગે સલીમભાઈ હારૂનભાઈ ગોલાવાળા પાસેથી રૂપીયા ૫૦૦/૦૦ નો દંડ પણઙ્ગ વસુલવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા હજુપણ ઉપલેટામાં અનેક જગ્યાએ આવું પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ થઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે.આ જથ્થો તો માત્ર સેમ્પલ છે અને આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા હજુ વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સેનેટરી ઈન્સપેકટર અશોકભાઈ ડેરે જણાવેલ હતુ.

(11:47 am IST)