Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

હળવદના ટ્રાફિકથી ધમધમતા વેગડવાવ રોડ રેલવે ફાટક ઉપર ઓવર બ્રિજ અથવા અંડર પાસ બનાવવા રજુઆત

હળવદ,તા.૯:  શહેર ના વેગડવાવ રોડ પર વર્ષો થી રેલવે ફાટક આવેલ હોઈ જે રસ્તાનો હળવદ તાલુકા ના ટિકર વેગડવાવ રણમલપુર સહિત ૨૨ ગામ ના લોકો તાલુકા કેન્દ્ર હળવદ ખાતે ઙ્ગઆવવા જવા માટે ઉપયોગ કરે છે ત્યારે આ ફાટક રેલવેની સતત અવર જવરના લીધે દિવસ માં અનેકવખત બંધ હોઈ છે જેના લીધે ગ્રામ્ય વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે સાથે આ ફાટક ક્રોસ કરી હળવદ શહેર નો પણ એક વિસ્તાર જયાં મોટા પ્રમાણમાં લોકો વસવાટ કરે છે.

આવાસ યોજનાના મકાન પણ મોટી સંખ્યામાં બનેલા છે ત્યારે આ રેલવે ફાટક પર જો ઓવરબ્રિજ અથવા અંડર પાસ બનાવવામાં આવે તો ત્યાંથી પસાર થતા ૨૨ ગામ ના લોકો અને હળવદ શહેર ના લોકોને મોટી રાહત થાય તેમ છે તો આ અંગે હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવે આ લોક પ્રશ્નનો ત્વરિત નિકાલ થાય તે અંગે સુરેન્દ્રનગર લોકસભા ના સંસદસભ્ય ડો. મહેન્દ્રભાઈ મુંજપરાને રાજુયાત કરી છે.

(10:15 am IST)