Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ગિરનાર પરિક્રમા દરમિયાન પોલીસ પ્રજાનો મિત્ર ઉકિત સાર્થકઃ ગુમ વ્યકિતઓને શોધવા ખાસ ટીમ

જૂનાગઢ,તા.૯:  રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વાર્રાં જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ ર્ંગિરનાર પરિક્રર્માં મા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ર્ં'પોલીસ પ્રજાનો મિત્ર છે' એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા પરિક્રમા બંદોબસ્તના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.

જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ ર્ંગિરનાર પરિક્રમામાં  આવતા માણસોની થોડીક બેદરકારીથી તેઓના બાળકો પરિવારથી વિખુટા પડી જવાના બનાવો અવાર નવાર બને છે. દ્યણીવાર છોકરા છોકરીઓ કે મોટી ઉંમરના લોકો દ્યર ત્યાગ કરીને પણ નાસી જવાના બનાવો બને છે. ઉપરાંત, દ્યણી વખત બાળકોને કુટુંબીજનો દ્વારા ઠપકો આપવાથી દ્યરેથી જતા રહેવાના બાનાવો પણ બનતા રહેતા હોય છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધીક્ષક સૌરભ સિંઘ દ્વારા શિવરાત્રી મેળામાં ખોવાયેલા અને મળેલા વ્યકિત તથા બાળકોને શોધવા તથા સોંપવા માટે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી.ધોકડીયા તથા સ્ટાફના હે.કો. જયંતીભાઈ, યુસુફભાઈ, જૈતાભાઈ, ગીરુભા,ઙ્ગ જયદીપભાઈ, સહિતના સ્ટાફ ર્ંખાસ ખોયા પાયા ટીર્મં બનાવી મેળામાં આવતા લોકોની મદદ કરવા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

સમયે જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ ગિરનાર પરિક્રમામાં ભવનાથ ખાતે પોલીસ સ્ટાફને રાજકોટ શહેરના માલધારી સોસાયટી ખાતે રહેતા મંદબુદ્ઘિ ના રવિભાઈ સાતાભાઈ બોસરિયા ભરવાડ પોતાની જાતે એકલો પરિક્રમામાં ફરવા આવેલ હતો. ભવનાથમાં ફરતા ફરતા મંદબુદ્ઘિનો હોઈ, બંદોબસ્તમાં રહેલ પોલીસને જાણવા મળેલ હતું. ભવનાથ પોલીસની સ્પેશિયલ બનાવવામાં આવેલ ખાસ ખોયા પાયા ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

બનાવની ગંભીરતાને ધ્યાને લઇ, ર્ંખાસ ખોયા પાયા ટીર્મં દ્વારા જૂનાગઢ ડિવિઝન ના પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી. ધોકડીયા, પીએસઆઇ એ.કે.પરમાર તથા સ્ટાફના પીએસઓ વિક્રમસિંહ ઝાલા, દક્ષાબેન, હરેશભાઇ, હોમગાર્ડ ફરહાનભાઈ દ્વારા ગુમ થયા બાદ ગણતરીના કલાકોમાં ગુમ થયેલાના ભાઈ સંજયભાઈ સાતાભાઈ બોસરિયા ભરવાડને શોધી, રાજકોટથી ભવનાથ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલ હતા. રાજકોટ ખાતેથી તેના ભાઈ આવ્યા ત્યાં સુધી ભવનાથ પોલીસ દ્વારા મંદબુદ્ઘિ ના રવિભાઈ ઉર્ફે પિન્ટુ ભરવાડની સાર સંભાળ રાખી, જમાડવામાં પણ આવેલ હતો. તેના ભાઈ રાજકોટ ખાતેથી આવતા, ર્ંગુમ થયેલને સોંપવામાં આવેલ . પોતાના ગુમ થયેલ સ્વજનની શોધખોળ બાદ પોલીસની મદદથી મળતા, પરિવારને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને ગુમ થયેલાના સ્વજનોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યકર્તં કર્યો હતો પોલીસ દ્વારા પણ પરિવારજનોને પોતાના બાળકો અને વડીલોનો ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી.

ગિરનાર પરિક્રમામા ભવનાથ ખાતે પોલીસ સ્ટાફને ર્ં(૧) અમદાવાદ શહેરના નરોડા ખાતે રહેતા ગીરીશભાઈ ડાયાભાઇ મારવાડીપોતાની ૧૨ વર્ષની પુત્રી કિંજલબેન સાથે (૨) બોટાદ જિલ્લાના કારીયાણી ગામના સુરેશભાઈ નારણભાઇ પરમાર (પ્ ૅં- ૭૦૨૧૯૦૭૪૮૬) પોતાની માતા જશુબેન નારણભાઇ પરમાર ઉવ. ૫૦ઙ્ગ સાથે પોતાના કુટુંબ સાથે પરિક્રમામાં ફરવા આવેલ હતા. ભવનાથમાં ફરતા ફરતા પોતાના સ્વજનથી વિખૂટા પડી જતાં, બંદોબસ્તમાં રહેલ પોલીસને મળેલ હતા. ભવનાથ પોલીસની સ્પેશિયલ બનાવવામાં આવેલ ખાસ ખોયા પાયા ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

બનાવની ગંભીરતાને ધ્યાને લઇ, ખાસ ખોયા પાયા ટીમ દ્વારા જૂનાગઢ ડિવિઝન ના પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી. ધોકડીયા તથા સ્ટાફના પીએસઓ વિક્રમસિંહ ઝાલા, દક્ષાબેન, સંતોકબેન દ્વારા ગુમ થયા બાદ ગણતરીના કલાકોમાં ગુમ થયેલાના વાલી વારસને શોધી, પોલીસ સ્ટેશન બોલાવી, ર્ંગુમ થયેલને સોંપવામાં આવેલ.

(3:26 pm IST)
  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST

  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST

  • અજમેર દરગાહના દિવાને સુપ્રીમના ફેંસલાનું સ્વાગત કર્યું : અયોધ્યા જમીન વિવાદમાં આવેલા નિર્ણયને રાજસ્થાનના અજમેરમાં આવેલ હજરત ખ્વાઝા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના દીવાને સ્વાગત કર્યું છે. સાથે જ તેઓએ લોકોને શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવાની અપીલ કરી છે. access_time 3:24 pm IST