Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પાટડી ખાતે 'યલ્લો લાઇન કેમ્પેઇન'

વઢવાણઃ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા, પાટડી ઔદ્યોગિક તાલીમ સંસ્થા તેમજ વડોદરા ફેઇથ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં 'યલ્લો લાઇન કેમ્પેઇન'કાર્યક્રમનો પ્રારંભ કરવામાંઙ્ગઆવ્યોઙ્ગહતો. આ કાર્યક્રમ પ્રસંગે પાટડી મામલતદાર પી.એસ. ખરાડી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ.એમ. સોલંકી, આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રી એમ.બી. પટેલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના કાઉન્સીલર ધર્મિષ્ઠાબેન મમગરાએ  ઉદબોધનોઙ્ગકર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે,ઙ્ગઙ્ગભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૩માં તમાકુથી થતી બીમારીઓ અને તેને રોકવા માટેનો કાયદો બનાવવામાં આવેલ છે. દેશમાં આજે ૧૨૦ મિલિયન લોકો તમાકુનુ સેવન કરે છે અને તેના કારણે દર વર્ષેઙ્ગ ૧૦ મિલિયન જેટલા લોકો મૃત્યુ પામે છે. તમાકુના વ્યસનથી મુકત બની નિરોગી બનવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. દરેક શાળા- કોલેજની આસપાસ ૧૦૦ વાર ત્રીજયામાં તમાકુ કે તમાકુની અન્ય બનાવટોનું વેચાણ ન થાય તે માટે લોકોએ પણ જાગૃતી કેળવવી જરૂરી હોવાનું જણાવીઙ્ગ ઙ્કયલ્લો લાઇન કેમ્પેઇનઙ્ખકાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લો ૨૩ માં ક્રમે હોવાનું પણ વધુમાં ઉમેર્યું હતું.ઙ્ગઆ કાર્યક્રમ પ્રસંગે તમાકુ નિયંત્રણ અંગેના કાયદા અંતર્ગત કોઇપણ શૈક્ષણિક સંસ્થાની આસપાસ ૧૦૦ વાર ત્રિજયામાં તમાકુ અથવા તો તમાકુની બનાવટોના વેચાણ પર પ્રતિબંધના સખત અમલીકરણ કરવા માટે પાટડીની શૈક્ષણિક સંસ્થાની આસપાસ યલ્લો લાઇન દોરી તમાકુ મુકત સંસ્થાન ચિન્હ બનાવવામાં આવેલ હતું. તમાકુ મુકત શાળા, દ્યર, ગામ, જિલ્લો તેમજ રાજય બનાવવા માટેના શપથ લેવડાવવામાં આવેલ હતાં. આ પ્રસંગે પોલીસ વિભાગના શ્રી માવજીભાઇ, ફેથ ફાઉન્ડેશનના  અક્ષયભાઇ,  ચિરાગભાઇ,  જીજ્ઞેશભાઇ, તમાકુ નિયંત્રણ સેલના  વિજયભાઇ સહિત નગરજનો ઉપસ્થિત રહયા હતાં.

(1:18 pm IST)