Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

વઢવાણના બોડા તળાવમાંથી મૃત નવજાત બાળકી મળી આવી

વઢવાણ, તા.૯: વઢવાણ શહેરના બોડા તળાવમાં તાજુ જન્મેલુ બાળક મૃત હાલતમાં તરતુ હોવાની દ્યટનાથી ચકચાર ફેલાઇ હતી. આ બનાવની જાણ થતા લોકોના ટોળેટોળા દ્યટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આવુ કૃત્ય કરનાર સ્ત્રી સામે ફિટકારની લાગણી વરસાવી હતી. બીજી તરફ બેટી બચાવોના અભિયાન સાથે જાગૃતિના પ્રયાસો થઇ રહ્યો છે. આવા સમયે મૃતક બાળકી આવી હાલતમાં મળી આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. આ બનાવની જાણ સુરેન્દ્રનગર સિટી બી-ડિવીઝનને થતા પીએસઆઈ સી.પી.રાઠોડ, હેડકોન્સ્ટેબલ વી.પી.રાઠોડ સહિતની ટીમ દ્યટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ તળાવમાં મળી આવેલી મૃતક બાળકીનો કબજો લઇને પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યારે બનાવની ગંભીરતા લઇને રાજકોટમાં પી.એમ.કરવા માં આવ્યું છે.

આ દ્યટનામાં મૃત બાળકીને પી.એમ. માટે રાજકોટ લઇ જવામાં આવી હતી. જેમાં ડોકટર દ્વારા બાળકી અધુરા માસે મૃત હાલતમાં જન્મી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ હતુ. અને ત્યારબાદ આ બાળકીને અંદાજે ત્રણ દિવસ પહેલા આ સ્થળે પાણીમાં ફેંકી દીધાની આશંકા છે. તેમ છતાં આ બનાવની સાચી હકિકતો પી.એમ.રિપોર્ટ બાદ બહાર આવશે.ઙ્ગ

૭ નવેમ્બરે સાંજે ૪ કલાકે લાલો ડેરીયા ગેબનશાહ દરગાહે સલામ કરવા માટે જતા હતા. અને બોડા તળાવ નજીકની પાળ ઉપર દ્યણા બધા માણસો ટોળુ વળી ઉભા હતા. આથી અફજલભાઈ ત્યાં ગયા અને માણસોને પૂછતા તળાવમાં બાળક પડેલ છે અને મૃત હોય તેવુ લાગે છે. આથી અફજલભાઇ તુરંત ૧૦૦ નંબરમાં ફોન કરી વિગતની જાણ કરી હતી.ઙ્ગ

સૌથી વધુ અનૈતીક સંબંધને કારણે આવી દ્યટનાઓ બનતી હોવાનું સામે આવે છે. આ કેસમાં પણ આવુ જ બની શકે છે. પરંતુ કેસના મુળ સુધી પહોચવા માટે સૌ પ્રથમ આરોપી પકડાય તે પોલીસ માટે મહત્વનું હોય છે. બેથી ત્રણ કિસ્સા બન્યા હતા. જેમાં પાંચ થી છ મહિને ભેદ ઉકેલાયો હતો. આ માટે જયા પ્રસુતી થઇ હોય તેવી હોસ્પીટલો તથા રેકર્ડ જોવા જોઇએ. આરોપી પકડાઇ ગયા બાદ તેને સજા અપાવવા માટે પુરાવા ખુબ જ મહત્વના હોય છે. આરોપીના નીવેદનો, સાથીદારો, હોસ્પીટલના પુરાવા વગેરે વિગતોથી કેસ તૈયાર કરાય તો આરોપીને સજા પણ થઇ શકે છે.

(1:13 pm IST)