Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી અને પત્રકાર પરિવારના ૪ સભ્યોને કોરોના

ભરતભાઈ, તેમના પત્ની અને ભાભી અને ભત્રીજા પાર્થ સુખડીયા પણ કોરોના ઝપટે

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને  ખ્યાતનામ પત્રકાર શ્રી ભરતભાઈ સુખપરિયાને અને તેમના પત્ની પુષ્પાબેનને  કોરોના પોઝિટિવ આવેલ છે, તેમના ભાઈ બીપીનભાઈના પત્ની ભાનુબેનને અને જામનગરના યુવા પત્રકાર અને ભરતભાઇના ભત્રીજા  શ્રી પાર્થ સુખપરિયાને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એકસાથે પરિવારના ચાર સભ્યોને કોરોના પોઝિટિવ આવતા ભારે ચિંતાની લાગણી પ્રસરી છે

(11:38 am IST)
  • ઉત્તરપ્રદેશમાં ભાજપના ધારાસભ્યના હત્યારા આરોપી રાકેશ પાંડયેને એન્કાઉન્ટમાં ઠાર મરાયો : રાકેશ પાંડેય પર હતું એક લાખનું ઇનામ access_time 1:34 pm IST

  • સુરતના અસંખ્ય બાળકોને સાજા કરનાર જાણીતા પીડિયાટ્રિશ્યન ડો.અશોક કાપસેનું કોરોનાથી નિધન access_time 3:08 pm IST

  • દેશમાં કોરોનાએ આતંક મચાવ્યો : એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 65 હજારથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા : છેલ્લા 24 કલાકમાં 65,156 કેસ વધ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોના કેસનો આંકડો 21,52,020 થયો :એક્ટિવ કેસ 6,28,303 થયા : વધુ 52,135 દર્દીઓ સાજા થતા કુલ 14,79,804 દર્દીઓ રિકવર થયા : વધુ 875 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 43,453 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 12,822 કેસ પોઝીટીવ નોંધાયા : આંધ્રપ્રદેશમાં પણ 10,080 કેસ વધ્યા access_time 12:32 am IST