Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ઉના નગરપાલિકા પ્રમુખ પદે કાળુભાઇ રાઠોડ તથા ઉપપ્રમુખ પદે ચંદ્રેશભાઇ જોષીની વરણી

ઉના તા.૯: નગરપાલિકામાં ભાજપ સાશીત બોડીમાં આવતા અઢી વરસ માટે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવા નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારીનાં અધ્યક્ષ સ્થાને મીટીંગ બોલાવી હતી. હાલ નગરપાલિકાની ૩૬ બેઠક પૈકી ૩૪ બેઠક ભાજપ પાસે તથા એક બેઠક કોંગ્રેસ પાસે છે. એક નગર સેવક દાદા બાનુ શેેખે રાજીનામુ આપતા  ખાલી પડેલ છે. ઉના શહેરને છેલ્લા ૧૫ વરસથી વિકાસ સુવિધા રોડ રસ્તા, બગીચાનું નિર્માણ કરેલ લોકપ્રિય પુર્વ ધારાસભ્ય અને નગરસેવક કાળુભાઇ ચનાભાઇ રાઠોડ ની સર્વાનુમતે પ્રમુખ તરીકે તથા ઉપપ્રમુખ તરીકે ઉના સમસ્ત બ્રહ્મ સમાજ નાં આગેવાન ચંદ્રેશભાઇ (રાધે) એન. જોષીની વરણી કરાતા કાર્યકરો બ્રહ્મ સમાજમાં આનંદ છવાયો હતો. અને સરદાર વલ્લભભાઇ પટેલ તથા બાબા સાહેબ આંબેડકરજીને ફુલહાર પહેરાવી નગરજનોને વધુ સુખ, સુવિધા આપી લોકાભિમુખ વહીવટ કરવા નવા ચૂંટાયેલા હોદેદારોએ વચન આપ્યું હતું.

(11:41 am IST)