Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ઉનામાં ખેડુતોને પોષણક્ષમ ભાવ, વીજળી, જમીન સંપાદનમાં અન્યાયઃ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર

ઉના તા.૯: ઉના-ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડુતોની ઉપર તથા અન્ય પોષણક્ષમ ભાવ, તથા વીજળી, જમીન સંપાદન માં થતો અન્યાય બાબતે આવેદન પત્ર આપી ખેડુતોને સધ્ધ્ર કરવા માંગણી કરી હતી.

ઉના તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ રામભાઇ ડાભીની આગેવાની હેઠળ ઉના નાં ધારાસભ્ય પુંજાભાઇ વંસ, ગોવિંદભાઇ સોલંકી, યોગેશભાઇ બાંભણીયા, ગુણવંતભાઇ તળાવીયા, કાનજીભાઇ સાંખટ, તથા ઉના ગીરગઢડા તાલુકાના ખેડુતો મોટી સંખ્યામાં ભેગા થઇ ઉના મામતલદાર કચેરીએ તથા ગીરગઢડા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે ગુજરાત નો ખેડુત બિચારો થતો જાય છે. સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે. ખરીદ કરીત નથી, ખેડુતો મોંઘા ભાવના બીયારણ, ખાતર, જંતુનાશક દવા છાંટીને ખેતીનો પાક લે છે. પરંતુ વીજળી પુરા દબાણ થી ૮ કલાક પણ ન આવતા પાક નિષ્ફળ જાય છે. પાકવિમો ચુકવવામાં મશ્કરી કરાય છે. ખેડુતો ની જમીન સરકાર ૨૦૧૩મના કાયદાનો અમલ કરી વધુમાં વધુ વળતર આપવા, રાજયસરકાર વિકાસના નામે ખેડુતોની જમીન ખાનગી કંપની ને રાહતભાવે આપીને ઉદ્યોગોને ફાયદો કરાવે છે. ખેડુત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે. દેણું-કરજ વધી જતાં આત્મહત્યા કરવી પડે છે.વર્તમાન ગુજરાત સરકારને સધ્ધર તથા આર્થિક પગભર કરવા નિયમિત વીજળી, પાકનાં વધુ ભાવ આપવા, ખાતર, બિયારણ જંતુનાશક દવામાં રાહત આપે તેવી માંગણી કરી હતી.

(11:41 am IST)