Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

કોડીનારમાં ડોળાસા ગામે યુવાને ગળા ફાંસો ખાઇ જીવાદોરી કાપી

પ્રકાશના અંતિમ પગલાથી પરિવારમાં અરેરાટી : કારણ અકબંધ

કોડીનાર તા ૯ : તાલુકાના ડોળાસા ગામે કોઇ અગમ્ય કરણોસર યુવાને ગળાફાંસો ખાઇ જીવાદોરી કાપી નાખતા તેના પરિવારજનોમાં કલ્પાંત પ્રસર્યો છે.

વિગત મુજબ ડોળાસા ગામે રહેતા પ્રકાશ લખમણભાઇ નામના યુવકે ગઇકાલે બપોરે એકદ વાગ્યે પોતાના ઘરે અંદરથી દરવાનો બંધ કરી પંખામાં દોરી બાંધી લટકી જઇ ગળેફાંસો ખાઇ લીધો હતો. આ અંગેની જાણ થતા પરીવારજનોએ તાત્કાલીક દરવાજો તોડી પ્રકાશને નીચે ઉતારી કોડીનાર ના સરકારી દવાખાને ખસેડાયો હતો જયાં ફરજપરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસે જરૂરી કાગળો કરી આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ આગળ ધપાવી છે.

(11:30 am IST)
  • ઉત્તરપ્રદેશનાં 11 જિલ્લામાં તોફાનનાં કારણે 26 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 4 જાનવરોનાં પણ મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટોને પ્રભાવિત લોકોને રાહત આપવા માટેનાં નિર્દેશ આપ્યા છે. શનિવારે મુંબઇનાં કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ થયો હતો જેનાં કારણે માયાનગરીની ગતિ અટકી ગઇ હતી. શહેરનાં કેટલાક હિસ્સાઓમાં પાણી ભરાઇ ગયું હતું. મુંબઇ નજીકના ઠાણેમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 2 લોકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી હતી. access_time 2:39 am IST

  • તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં પીટર મેરિત્સબર્ગ રેલવે સ્ટેશ પર મુકવામાં આવેલા રાષ્ટ્રપિતા ગાંધીજીના બે ચહેરાવાળા પુતળાને લઈને ભારે વિવાદ થયો છે. આ પુતળું "મોહન થી મહાત્મા" ની સફરને ઉજાગર કરે છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય હાઇકમિશનરે પુતળાનેને અજાયબી ગણાવી છે, તો બીજી બાજુ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ટ્વિટ દ્વારા રોષ ઠાલવ્યો હતો કે "બે ચહેરાઓ, નોનસેન્સ! તોડી નાખવું જોઇએ." access_time 10:47 am IST

  • આજે ફરી તટીય મહારાષ્ટ્ર, ગોવામાં અતિ ભારે વરસાદની સંભાવના : ગઈકાલે મહારાષ્ટ્રમાં ચોમાસાનો પ્રારંભ થયા બાદ આજે રાજ્યના તટીય ભાગો, મુંબઈ અને ગોવામાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તટીય કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં પહેલેથી જ વરસાદની સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પ્રશાસન કોઈ પણ ઈમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ પર છે. BMC કર્માચારીઓની વીકેન્ડની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. access_time 11:16 am IST