Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

મોરબીના પરશુરામધામ ખાતે સ્વ:ભુપતભાઇ ઠાકરની સ્મૃતિમાં આપેલ એમ્બલ્યુલન્સ લોકાર્પણ :

ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહિતના ઉપસ્થિત

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : આજે મોરબીના પરશુરામ ધામ ખાતે સ્વ શ્રી ભુપતભાઈ ઠાકરની સ્મૃતિ માં તેમના પરિવાર નયનાબેન અને જયદીપભાઈએ લોકહિત માટે આપેલ એમ્બ્યુલન્સના  લોકાર્પણ કાર્યક્રમ  ધારાસભ્ય બ્રિજેશ મેરજા, અગ્રણીઓ અનિલ મહેતા,ભુપતભાઇ પંડ્યા  મણિભાઈ સરડવા વિગેરે ની ઉપસ્થિતી માં યોજાયેલ.હતું

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી બ્રહ્મ સમાજ દ્વારા શહેરના પરશુરામ ધામ ખાતેના કોરોના કેર સેન્ટરમાં અનેક દરદીઓ સ્વસ્થ થય પોતાના ધેર પહોંચ્યા હતા અને આયોજકોએ દર્દીઓનો પારિવારિક હુંફ અપવા સાથે ખડે પગે રહી ખુબ સેવા સુશ્રુષા કરી ઉત્તમ માનવસેવાના સૂત્રને ચરિતાર્થ કર્યું હતું.

(10:59 am IST)