Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

મોરબી એસ.ઓ.જી.એ લીલાપર પાસે દેશી રિવોલ્વર સાથે બે શખ્સોને ઝડપી લીધા

દુલસીંગ નિનામા તથા ભુરૂ ગરવાલ હથિયાર વેચે તે પુર્વે પોલીસની ઝપટે ચડી ગયા

તસ્વીરમાં પકડાયેલ બંને શખ્સો અને હથિયાર નજેર પડે છે.(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ,મોરબી)

મોરબી તા.૯: મોરબી એસ.ઓ.જી.ની ટીમે લીલાપર ગામ પાસેથી દેશી રિવોલ્વર અને કાર્ટીસ સાથે બે પરપાંતિય શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.જે. ચોૈધરી તથા એસ.ઓ.જી. સ્ટાફ ને મોરબી તાલુકાના લીલાપર ગામ થી રફાળેશ્વર તરફ પેટ્રોલીંગ માં હોય દરમિયાન નવા પુલ નીચે જાહેર રોડ પરથી આરોપી દુલસીંગ દીતાભાઇ નિનામા (ઉ.૩૦) રહે. ડોકરવની ગામ પોસ્ટ થાના કલ્યાણપુર, મધ્યપ્રદેશ તથા ભુરું નાથુભાઇ ગરવાલ (ઉ.૩૨) રહે, સંદલા ચાના કલ્યાણપુર, મધ્યપ્રદેશ વાળી પોતાના કબજામાં ગેરકાયદેસર દેશી બનાવટની રિવોલ્વર નંગ -૧ કિ. ૧૦,૦૦૦ તથા જીવતા કાર્ટીસ નંગ -૨કિં ૨૦૦ મળી કુલ કિ. રૂ. ૧૦,૨૦૦ ના મુદામાલ સાથે મળી આવતા ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પકડાયેલ બંને શખ્સો મજુરી કામ કરે છે. અને તેને વતનમાંથી અમુક શખ્સોએ હથિયાર લઇ આવવાનું કહ્યું હતું. જો કે, આ બંને હથિયાર વેચેતે પૂર્વે જ પોલીસની ઝપટે ચડી ગયા હતા. હથિયાર લાવવાનું કહેનાર શખ્સોને બંને ઓળખતા હોવાનું અને નામ ન આવડતુ હોવાનું પોલીસ સમક્ષ બંને રટણ કરી રહ્યા છે.

(12:59 pm IST)