Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ધોરાજી પાલિકામાં કોંગ્રેસે પોતાનું શાસન ટકાવી રાખવા ભાજપનાં ૧૪ સભ્યોનો ટેકો લેવો પડે

ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયા-પ્રમુખ ડી એલ. ભાસા ઉપપ્રમુખ મકબુલ ગરાણા ચૂંટણીની ફાઇલ તસ્વીર.

ધોરાજી, તા. ૯:  ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ અને વોર્ડ નં. ૭ના સુધરાઇ સભ્ય અને કા. ચેરમેન જગદીશભાઇ રાખોલીયા ઉપપ્રમુખ મકબુલભાઇ ગરાણા સહિત વિવિધ શાખાઓના ચેરમેન દિલીપભાઇ જાનાણી (એડવોકેટ) બિન્દુબેન સંજયભાઇ ઠેસીયા, પિન્કુબેન ઉમેશભાઇ ભાલોડીયા, દિનેશભાઇ બેરા (પુર્વ કોંગ્રેસ પ્રમુખ) ઇમ્તીયાઝ પોકીયાવાળા વિગેરે ૧પ જિલ્લા સભ્યોએ સહી સાથે ધોરાજી નગરપાલીકાના અધ્યક્ષ શ્રી ને સંબોધી ગુજરાત નગરપાલીકા અધિનિયમ એકટ કલમ ૩૬ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવ મુકતા રાજકોટ ભૂકંપ સર્જાયો હતો.

આ બાબતે કા. ચેરમેન જગદીશભાઇ રાખોલીયાએ જણાવેલ કે અમો ધોરાજી નગરપાલીકાના ચૂંટાયેલા સદસ્ય છીએ અમો નગરપાલીકાના વર્તમાન અધ્યક્ષ ડી.એલ. ભાસાની એક હથ્થુ કામગીરી થી નારાજ થઇને તેમને અધ્યક્ષના હોદ્દા ઉપરથી દૂર કરવા માટે ગુજરત મ્યુ. એકટની કલમ ૩૬ મુજબ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરીએ છીએ જેથી અમારા પ્રસ્તાવ બાબતે યોગ્ય નિર્ણય થવા અને અવિશ્વાસ દરખાસ્ત મંજુર કરવા તથા ચર્ચા વિચારણા થવા સામાન્ય સભ્ય યોજવા અમારા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓની માંગણી છે.

ઉપરોકત અરજી ધોરાજી નગરપાલીકાના પ્રમુખશ્રી અને ગુજરાત નવરપાલીકા નિયામકશ્રી ગાંધીનગર-જીલ્લા કલેકટર રાજકોટ-ના. કલેકટર ધોરાજી મામલતદાર ધોરાજીને સંબોધી અરજી આપેલ હતી.

ભાજપના શાસનમાં બુગીયા ફુંકતા કોંગ્રેસને સ્થાને બહુમતી મળ્યા બાદ પારદર્શક વહીવટ કરવાની ખાત્રી આપ્યા બાદ માત્ર બે જ મહીનામાં કોંગ્રેસનું ઘર સળવ્યું... !

 ભાજપને આ પહેલા સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ પાંચ વર્ષના શાસનશાળમાં ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાના પ્રશ્ને પ્રચંડ લોક જુવાળ ફાટી નીકળેલ જેમાં ગુજરાત સરકારે તાત્કાલીક કામો કરવામાં નિષ્ફળ ગયેલ નગરપાલિકાના ભાજપ શાશનનો અંત લાવી સુપર સીડ કરી વહીવટદારનું શાસન ... હતું બાદ ચૂંટણી આવતા કોંગ્રેસનો રર બેઠકો સાથે જવલંત વિજય થવો અને ભાજપને માત્ર ૧૪ સભ્યો મળ્યા જેને વિરોધ પાર્ટીમાં બેસવાનો વારો આવ્યો હતો.

બાદ ધોરાજીના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ પ્રજાને પાટદર્શક વહીવટ આપવાની ખાત્રી આપેલ અને પ્રથમ અને બીજો જનરલ બોર્ડ જાહેરમાં યોજેલ હતો પરંતુ થોડા દિવસ પહેલા શહેશ કોંગ્રેસના પ્રમુખ અને કા. ચેરમેન જીગદશીભાઇ રાખોલીયા અને ઉપપ્રમુખ મકબુબભાઇ ગરાણા એ સ્ટેશન પ્લોટ ખાતે મેરળના નબળાકામ અંગે હંગાળો મચાવી કોન્ટ્રાકટરને રૂ. ૩ કરોડના બીલોના ચેક ચીફ ઓફીસરએ આપેલ જેનો જાહેરમાં હોબાળો મચાવી અને સ્ટોપ પેમેન્ટ કરાવેલ પરંતુ રૂ. ૩ કરોડ કોન્ટ્રાકરો એ ઉપાડી લીધા હતા અને સ્ટોપ મેમેન્ટ થયા બાદ ચેક કેમ પાસ થયા અને પેમેન્ટ મળી ગયું... ! ત્યારથી કોંગ્રેસનું ઘર સવમેળ હતુ઼ જે આજે આ અવિશ્વાસની દરખાસ્ત આવતા ધોરાજીમાં ભારે ચર્ચા વ્યાપી ગઇ હતી.

પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પાસ કરાવવા માટે કોંગ્રેસે ભાજપનો સહારો લેવો પડે.. ? હાલમાં ભાજપના આગેવાનો થોભો અને રાહ જોવો એવી ભૂમિકામાં આવ્યા છે.

(12:58 pm IST)