Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

શાપર વેરાવળ પોલીસે કબજે કરેલ ૧૯.૧૭ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો

રાજકોટ તા ૯ : શાપર વેરાવળ પોલીસે છેલ્લા બે વર્ષમાં પકડી પાડેલ ૧૯.૧૭ લાખના ખારૂના જથ્થાનો નાશ કરાયો હતો.

જીલ્લા પોલીસ અધિક્ષક અંતરીપ સૂદ ની સુચનાથી તથા ના.પો.અધિ. ગોડલ વિભાગના માર્ગદર્શન હેઠળ શાપર (વ્ેા) પો.સ્ટે.માં સને ૨૦૧૬-૧૭-૨૦૧૮ઙ્ગવર્ષમાં કબજે કરેલ ઇંગ્લીશ દારૂની રેઇડમાં કબજે કરેલ કુલ બોટલો નંગ ૧૦૬૦૫ જેની કિંમત રૂ.૧૭,૯૮,૧૦૦/- તેમજ સને ૨૦૧૮ વર્ષમાં કબજે કરેલ ખેશી દારૂ સલ-૫,૯૬૯/- જેની કિંમત રૂ.૧,૧૯,૩૮૦/- મળી એમ કુલ મુદામાલ કિ.રૂ.૧૯,૧૭,૪૮૦/- ના મુદામાલનો નાશ કરવા માટેસબ ડીવી મેજીસ્ટ્રેટ રાજકોટ શહેર અધયક્ષ અધિકક્ષક નશાબંધી અને આબકારી વિભાગ રાજકોટ સભ્ય, નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ ગોંડલ સભ્ય તથા પોલીસ સબ ઇન્સ. શાપર (વે) પો.સ્ટે. સભ્ય સચિવ ની કમીટી બનાવી જયુ.ફ.ક.મેજી.સા. કોટડાસાંગાણી કોર્ટના હુકમથી રૂ.૧૯,૧૭,૪૮૦/- પંચોની રૂબરૂ પારડી ગામથી ઢોલરા ગામ જવાના રસ્તા પર આવેલ ખોડીયાર મંદિરની સામે ખરાબામાં બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો.

(11:49 am IST)