Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

તળાજા નજીક શેરડી ભરેલું આઇસર પલટી ખાઇ જતા સરતાનપર ના પાંચ શ્રમિક ઘાયલ

ઇજાગ્રસ્ત ચાર મહિલા એક પુરૂષઃ બેને ગંભીર ઇજા

ભાવનગર તા ૯: તળાજાના હલુકવડ ગામેથી શેરડી પર મજુરો બેસાડી તળાજા તરફ આવતું આયસર ડાયવર્ઝનમાં  રોપલગામ નજીક પલટી મારી જતા સરતાનપર (બંદર) ના પાંચ ખેત મજુરોને નાની-મોટી ઇજાઓ સાથે તળજા-ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત અંગે જાણવા મળતી તળાજા રેફરલ હોસ્પીટલ પરથી પ્રાથમીક વિગતો પ્રમાણે હલુકવડ ગામના માજી સરપંચ ધનજીભાઇ દલપતભાઇની વાડીમાંથી શેરડી કાપી આયસરમાં ભરી બુઢાણા ગામના રબારી રમેશભાઇ પોતાના આયસરમાં ખેત મજુરો લખીબેન કાળુભાઇ બોરૈયા, ટીનુબેન વિનુભાઇ, આશાબેન લાખાભાઇ, હંસાબેન રમેશભાઇ, અરજણભાઇ મોહનભાઇ ને બેસાડી તળાજા તરફ આવી રહ્ય હતા.

રાપલ ગામ નજીક ડાયવરઝનમાંથી વાહન હંકારતા આયશર પલટી મારી જતા પાંચેય શ્રમીકોને નાન-મોટી ઇજાઓ સાથે તળાજા ૧૦૮ ના વી.ડી.ગોહેલ ચંન્દ્રસિંહ ગોહેલ (નેશીયા) તળાજા રેફરલ હોસ્પીટલ ખાતે લાવેલ. ડો પારસ પનોત, સ્ટાફ એ તાત્કાલીક સારવાર આપી બે થી વધુ ઇજાગ્રસ્તોને ભાવનગર સારવાર માટે ખસેડાયા હતા.

(11:45 am IST)