Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

જામનગર ખાતે શિશુના મોત બાદ વધુ બે કેસ સામે આવ્યા

રાજયમાં બાળકોમાં પણ કોરોનાનો કહેર વધ્યો : દાહોદમાં માત્ર ૯ વર્ષની બાળા કોરોના પોઝિટિવ : બોડેલી ખાતે માત્ર બે જ વર્ષની બાળકીને કોરોના વાયરસની અસર

અમદાવાદ,તા.૯ : રાજ્યમાં કોરોના વાઇરસના ૨૪૫ પોઝિટિવ કેસ નોંધાયા છે, કુલ ૧૭ લોકોનો કોરોનાએ જીવ લઇ લીધો છે, જેમાં જામનગરના માત્ર ૧૪ માસના બાળકનો પણ સમાવેશ થાય છે, કોરોનાગ્રસ્ત બાળકની હોસ્પિટલમાં સારવાર થઇ રહી હતી અને તેનું ૨ દિવસ પહેલા મોત થઇ ગયું છે, કોરોના વાઇરસ બાળકોને પણ પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે, જેને લઇને હવે પરિસ્થિતિ બાળકોને લઇને પણ ચિંતાજનક બની રહી છે. આજે દાહોદમાં ૯ વર્ષની બાળકી કોરોના પોઝિટિવ બની છે, જ્યારે બોડેલીમાં માત્ર ૨ વર્ષની બાળકીને કોરોનાનો ચેપ લાગ્યો છે, પરિવારજનોની બેદરકારીને કારણે બાળકોએ ભોગવવાનું થઇ રહ્યું છે. જો કે, તંત્ર પણ હવે બાળકોની ચિંતામાં લાગ્યુ છે. દિલ્હીના નિઝામુદ્દિન તબ્લિગી જમાતના મરકઝમાંથી પરત આવેલા કિફાયતલ્લાહ ખત્રી કોરોના પોઝિટિવ છે, તેમની હોસ્પિટલમાં સારવાર થઇ રહી હતી, હવે તેમની બે વર્ષની પૌત્રીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

દાહોદનો ઇન્દોરમાં સ્થાયી થયેલો પરિવાર દાહોદ કોઇની દફનવિધીમાં આવ્યો હતો, હવે તેમના પરિવારની ૯ વર્ષની પુત્રી કોરોના પોઝિટિવ બની છે. એક રીતે બધા જ કિસ્સામાં પરિવારના મોટા લોકોની બેદરકારીને કારણે બાળકો કોરોના પોઝિટિવ બન્યાં છે, જેથી હવે તંત્રઅપીલ કરી રહ્યું છે કે, જરૂર વગર તમે બહાર ન નીકળો, તમારા બાળકોને ઘરની અંદર રાખો, જો કોઇ ઇમરજન્સીમાં બહાર જવાનું થાય તો ઘરે આવીને સેનેટાઇઝરનો ઉપયોગ કરો, ઇમરજન્સીમાં ક્યાંય જવાનું થાય તો મોઢા પર માસ્કનો ઉપયોગ કરો અને લોકોની ભીડથી દૂર રહો. ખાસ કરીને બાળકોનું ખાસ ધ્યાન રાખવા અને કાળજી લેવા ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.

(9:33 pm IST)
  • કોરોનાને પછડાટ આપતું કર્ણાટકઃ ૩જા સ્થાનેથી હવે દેશમાં ૧૧મા સ્થાને છે : બેંગલુરૃઃ કોવિડ-૧૯ કેસોમાં દેશમાં સતત ત્રીજા સ્થાને રહેલ કર્ણાટક હવે ત્યાંની સરકારના સતત પગલાઓ અને પ્રજાના સાથ સહકારને લીધે હવે કોરોનાના ફેલાવામાં ૧૧મા સ્થાને છે કોરોના સામેની લડતમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ માનવ-માનવ વચ્ચેનું અંતર જાળવવાના તથા લોકડાઉન નિયમનો પુરે પુરા પાળવાથી આ શકય બન્યું છે. અત્યારે કોરોના પ્રસરવાનો દર ખુબ ધીમો પડી ગયો છે. access_time 11:23 am IST

  • કોરોના વાઇરસ સામેનો જંગ : કેન્દ્ર સરકારે 15 હજાર કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું : મેડિકલ ઉપકરણો ,તથા સારવાર માટે ,ઉપરાંત રાજ્ય સરકારોને રકમ ફાળવાશે access_time 8:04 pm IST

  • લોકડાઉન હટાવવો એએક મોટો પડકાર છેઃ ઝારખંડના મુખ્યમંત્રી હિંમત સોરેની સ્પષ્ટ વાત access_time 4:41 pm IST