Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

યુકો બેન્કની પ્લેટીનમ જયુબીલીની દ્વારકા શાખામાં ભવ્ય ઉજવણી

ગ્રાહકોમાં મીઠાઇ આપી બેન્કની કામગીરીની સમજ આપતા બેન્ક મેનેજર

દેવભૂમિ દ્વારકા, તા. ૯ : હાલમાં ભારતભરમાં ૩પ૦૦ જેટલી શાખા ધરાવતી અને ભારત દેશની આઝાદી પહેલાના સમયની અને ૬ જાન્યુઆરી ૧૯૪૩ના તે વખતના દેશના જાણીતા બીઝનેસમેન જી.ડી. વીરલા દ્વારા યુકો બેન્કની સ્થાપના કરવામાં આવી હતી જેને અસ્તિત્વમાં આવ્યાને ગત શનિવારે ૭પ વર્ષ પૂર્ણ થયા હોય પ્લેટીનમ જયુબીલીની સમગ્ર ભારતમાં આવેલી યુકો બેન્કની શાખાઓની સાથે સાથે દ્વારકામાં ચાર વર્ષ પૂર્ણ કરનારી યુકો બેન્કની શાખામાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે બેન્કના મેનેજર આર.કે. મીના દ્વારા હેડ કેશીયર મનોજ ઠાકર તેમજ કલાર્ક સંજયકુમાર અને ઉપસ્થિત ગ્રાહકોમાં મીઠાઇની વહેચણી કરી ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે બેન્કને ફુલો વડે ડેકોરેટ પણ કરવામાં આવી હતી. બાદમાં મેનેજરશ્રી દ્વારા ૭પ વર્ષની સફળ યશગાથા તેમજ શનિવારે જ બેન્કમાં યુકો બેન્કની અન્ય ૭પ નવી શાખાઓ ખુલી હોવાની તેમજ બેન્કમાં હાલ ગ્રાહકલક્ષી ઉપલબ્ધ આકર્ષક સુવિધાઓ અને સરળ બેન્કીંગ પદ્ધતિ અંગે ઉપસ્થિત ગ્રાહકોને તેમજ ગ્રામજનોને સમજ આપી હતી.

આ પ્રસંગે બેન્કના માનવંતા ગ્રાહકો પૈકીના રવિ અનિલભાઇ વેગડ, મહેન્દ્રભાઇ એન. કક્કડ, મનીષભાઇ જે. ગોકાણી, ચૈતન્ય વી. ઠાકર, નારાયણ એન. ઠાકર, અશ્વિનભાઇ એમ. બારડીયા, રણજીત જામ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ હાજરી આપી હતી.

(11:28 am IST)