Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ગોંડલ બેઠક ઉપર ભાજપનો ભગવોઃ ગીતાબા વિજય ભણી

વિવાદીત બનેલી ગોંડલ બેઠક ઉપર પણ કોંગ્રેસ અને આપના ઉમેદવારને ઓછા મત મળ્‍યા

ગોંડલ, તા., ૮: રાજકોટ જીલ્‍લાની ગોંડલ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા ૧૭ હજારથી વધુ મતથી આગળ ચાલી રહયા છે અને તેઓ વિજય ભણી આગળ વધી રહયા છે.

વિધાનસભા ચુંટણીની મત ગણતરી હાથ ધરાઇ હતી. રાજકોટ શહેર અને જીલ્લાની ૮ વિધાનસભા બેઠકો માટે મતગણતરી રાજકોટ ખાતે કરાઇ હતી. ગોંડલ બેઠક પર (૭૩) ૧૭ રાઉન્‍ડમાં મતગણતરી હાથ ધરાઇ છે.

ગોંડલમાં કોંગ્રેસના યતિષ દેસાઇ અને આપના નિમીષાબેન ખૂંટ પાછળ છે.

(11:24 am IST)