Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભુજમાં સત્કાર સમારંભમાં નવદંપતીને શુભઆશિષ પાઠવ્યા મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં દિલીપભાઇ ત્રિવેદી પરિવાર દ્વારા સૈનિક કલ્યાણ નિધિમાં રૂ. પાંચ લાખ અગ્યાર હજારનો ચેક અર્પણ

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે ભુજ આવી કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઇ ત્રિવેદીના પુત્ર કવનના લગ્ન પ્રસંગે યોજાયેલા સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહીને નવદંપતિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આજે ભુજ પાસે મીરઝાપર રોડ પાસે આવેલા ગ્રાઉન્ડ ખાતે આયોજિત સત્કાર સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતમાં ત્રિવેદી પરિવાર દ્વારા મા ભોમની રક્ષા કરતાં પ્રાણોની આહુતી આપનારા જવાનોના પરિવારજનોના કલ્યાણ માટેના સૈનિક કલ્યાણ નિધિમાં પાંચ લાખ અગ્યાર હજાર રૂપિયા અર્પણ કરાતાં કચ્છ કલેક્ટરશ્રી એમ. નાગરાજન દ્વારા ચેકનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિર, કચ્છ-મોરબી લોકસભા વિસ્તારના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય સર્વશ્રી ડૉ. નિમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રવાસન નિગમના ડિરેક્ટરશ્રી કેશુભાઇ પટેલ, કચ્છ જિલ્લા ભાજપના અગ્રણીઓ, વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહેમાનોએ નવદંપતિને શુભેચ્છા પાઠવી હતી.

(12:56 pm IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપનું સ્લોગન 'અબકી બાર 3 પાર' રહેશે( ભાજપ પાસે અત્યારે ૪ બેઠક છે), જ્યારે "આપ"નું સ્લોગન 'અબકી બાર 67 પાર access_time 10:00 pm IST

  • વડોદરામાં લગ્ન કરવાની લાલચ આપી સગીર વયની બાળાનું અપહરણ કરી બળાત્કાર કરવા સબબ ઉત્તર પ્રદેશના શખ્સની ધરપકડ થઈ છે access_time 10:05 pm IST

  • આસામમાં નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા : સોમવારે સંસદમાં રજૂ થનાર નાગરિક સંશોધન બિલ સામે દેશના અનેક શહેરોમાં વધતા વિરોધ વચ્ચે આસામનું ગૌહાટી વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બન્યું : ગૌહાટીમાં હજારો લોકોએ હાથમાં મશાલ રાખીને રેલી કાઢી access_time 12:43 am IST