Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

ભાવનગરઃ સ્કૂલ બસમાંથી ફંગોળાતા વિદ્યાર્થીનીનું મૃત્યુ

ભાવનગરઃ  ઘોઘા તાલુકાના  વાળુકડ ગામે કરુણ ઘટના બની હતી. સ્કુલ બસમા઼થી ફંગોળાઇ જવાના કારણે ૧૪ વર્ષની વિદ્યાર્થીની તુલશી ચૌહાણનું મૃત્યુ થયુ હતુ.

સ્કુલ બસમાં ઠસોઠસ વિદ્યાર્થીઓ ભરવાના પરીણામે  ઘટના બન્યાનો આક્ષેપ  કરીને પરિવારજનોએ  ન્યાય અપાવવા માંગણી કરી હતી.

વાળુકડ ગામે આવેલી  માધ્યમિક શાળાની સ્કુલ બસ સવારે સ્કુલ તરફ જતી હતી ત્યારે બસમાંથી એક વિદ્યાર્થીની નીચે પટકાઇ હતી. આ વિદ્યાર્થીની પર બસના વ્હીલ ફરી ગયા હતા. અને તેનુ બનાવ સ્થળે જ મૃત્યુ નિપજયું હતુ. વિદ્યાર્થીનીનુ નામ તુલશી ચૌહાણ હોવાનુ ખુલ્યુ છે. આ અકસ્માતના પગલે  મૃતકના પરીવારજનો અને સ્થાનીક લોકો એકત્ર થઇ ગયા હતા. અને ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.

(12:55 pm IST)
  • આસામમાં નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા : સોમવારે સંસદમાં રજૂ થનાર નાગરિક સંશોધન બિલ સામે દેશના અનેક શહેરોમાં વધતા વિરોધ વચ્ચે આસામનું ગૌહાટી વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બન્યું : ગૌહાટીમાં હજારો લોકોએ હાથમાં મશાલ રાખીને રેલી કાઢી access_time 12:43 am IST

  • ગુજરાતમાં GPSC દ્વારા લેવાયેલ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કયાંય કોઇ ચોરીની ફરીયાદ નથી સરકાર માટે રાહતની ઘડી ર૦૩૪ લાખ લોકો પરીક્ષામાં જોડાયા હતા : આજરોજ ગુજરાતમાં GPSC દ્વારા ગુજરાતના ૯ર જિલ્લામાં ૯૦ર કેન્દ્ર પર લેવાયેલ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા સરકારે હાશકારાની લાગણી અનુભવી છે. કારણ કે કયાંય કોઇ ચોરીની ફરીયાદ નથી સરકાર માટે રાહતની ઘડી ગણાવાય રહી છે. ગુજરાતના ર૦૩૪ લાખ યુવાનો-યુવતીઓ પરીક્ષામાં જોડાયા હતા. access_time 3:46 pm IST

  • યુપીમાં અનોખા લગ્નવિચ્છેદ : મુખ્યમંત્રી વિવાહ યોજનામાં થયા હતા નિકાહ : વિદાય માટે ધામધૂમપૂર્વ જાન લાવવા મામલે કન્યાપક્ષ ઉશ્કેરાયો : બંને પક્ષ વચ્ચે મારામારી : કન્યાપક્ષે લગ્ન તોડી નાખ્યા : ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાની ઘટના : કન્યાપક્ષે વિદાય માટે ધામધૂમથી જાન લઇ આવવા કર્યો આગ્રહ : વરપક્ષે કહ્યું કે એકવાર મુખ્યમંત્રી વિવાહ યોજનામાં લગ્ન થઇ ગયા હવે વિદાય માટે બીજીવાર ધામધૂમપૂર્વક જાન લઈને કેમ આવીએ : બંને પક્ષે સહમતી નહીં બનતા લગ્ન તોડી નાખ્યા access_time 12:42 am IST