Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મોરબી જીલ્લા પોલીસનો સપાટોઃ અલગ-અલગ ગુન્હામાં વોન્ટેડ ૮ આરોપીઓને ઝડપી લીધા

મોરબી, તા., ૮:  અલગ-અલગ ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાની રેન્જ ડી.આઇ.જી સંદીપસિંહ તથા એસપી ડો. કરણરાજ વાઘેલાથી સુચના અન્વયે મોરબી જીલ્લા પોલીસની અલગ-અલગ પોલીસ ટીમે ૮ વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા હતા.

જીલાની ફર્લો સ્કોડના પીએસઆઇ એ.બી.જાડેજા, અનિલભાઇ ભટ્ટ, રસીકભાઇ પટેલ, મહાવીરસિંહ પરમાર, ભરતભાઇ ખાભારા સહીતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે વર્ષ ર૦૧પ મોરબી એ ડીવીઝન પોલીસ મથકના મારામારીના ગુન્હામાં નાસતા ફરતા આરોપી મુકેશ બચુભાઇ મકવાણા અને ચતુર મુકેશ મકવાણા કે બંને પોતાના જામનગર વાળા ઘરે છે પોલીસ ત્યાં જઇન બન્ને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મોરબી એલસીબીના સંજયભાઇ આહીર અને નીરવ મકવાણાને ખાનગી રાહે હકિકત મળી હતી કે મોરબી એ ડીવીઝન પોલીસ મથકના દારૂના ગુનામાં વર્ષ ર૦૧ર થી નાસતો ફરતો આરોપી તોફીક હનીફ ઉમરેટીયાને રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.

મોરબી એસઓજી ટીમને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ મથકના ઠગાઇના ગુન્હામાં દોઢ વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપી મણીબહેન વજુભાઇ સોલંકી (ઉ.વ.પ૦) રહે. મકનસર વાળીને સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા ગામે આંબેડકરનગરથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એસઓજી ટીમની આ સફળ કામગીરીમાં એસઓજી પીઆઇ એસ.એન.સાટી, શંકરભાઇ ડોડીયા, કિશોરભાઇ મકવાણા, જયપાલસિંહ ઝાલા, પ્રવીણસિંહ ઝાલા, ઇશ્વરભાઇ કલોતરા, મયુરધ્વજસિંહ જાડેજા, ભરતભાઇ જીલરીયા, વિજયભાઇ ખીમાણીયા અને મહિલા લોકરક્ષક પ્રીયંકાબહેન રોકાયા હતા. તેમજ માળીયા પોલીસ મથકના મહીપતસિંહ સોલંકી, જયદેવસિંહ ઝાલા અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે ધ્રાંગધ્રાના આર્મ્સ એકટના ગુન્હામાં ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી મહમદભાઇ રણમલભાઇ સામતાણી રહે. ખીરઇ માળીયાવાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે મોરબી ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમીયાન બતીને આધારે મોરબી તાલુકા પોલીસ મથકમાં એક વર્ષ પુર્વે ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઓફ ઇલલીગલ માઇનીંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ ર૦૦પ મુજબ નાસતો ફરતો આરોપી કેશાજી ઠાકરશીભાઇ ઠાકોર રહે. વજાપુર તા.ભાભોર જી. બનાસકાંઠા વાળો રવિરાજ ચોકડી નજીકથી અટકાયત કરી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

તેમજ મોરબી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્કવોડના પોલીસ હેડ કોન્સ. ચંદ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. દશરથસિંહ પરમારને ખાનગીરાહે મળેલ હકીકત આધારે અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના વિરમગામ રૂરલ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. ૬૩/૧૭ પ્રોહી. કલમ ૬પઇ, ૧૧૬(બી), ૯૮(ર) મુજબના ગુનાના કામે બે વર્ષથી નાસતો ફરતો આરોપી ખુમાનસિંહ દિલીપસિંહ લીંબોલા રહે. ઘનશ્યામપુર, તા.હળવદ વાળાને પકડી પાડી હળવદ પો.સ્ટે.ને સોંપેલ છે.

તથા મોરબી ફર્લો સ્કવોડને મળેલ બાતમીના આધારે ભાવનગર જીલ્લાના નીલમગામ પોલીસ મથકના પોસ્કોના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સત્યપાલસિંહ ઉર્ફે લાલો મહિપતસિંહ રાઠોડ (ઉ.વ.૩૧) રહે. મોરબી-લીલાપર રોડ, સાત હનુમાન સોસાયટીવાળાને લીલાપર નવાગામ રોડ નજીકથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ફર્લો સ્કવોડની આ સફળ કામગીરી પીએસઆઇ એ.બી.જાડેજા, દિનેશભાઇ હનાભાઇ, ચંદુભા કાળુભાઇ, ઉજવલદાન ગઢવી, પૃથ્વીરાજસિંહ  જાડેજા, સહદેવસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા સહીતનાએ કરેલ છે.

(4:02 pm IST)