Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

જામનગરનાં ખારવા સમાજના અગ્રણીની હત્યા કરનારા ર ઝડપાયા

ઉબેદ અબ્દુલ ઘાંચી અને જાફર જુણેજાએ લુંટના ઇરાદે હત્યા કરી'તી

તસ્વીરમાં ઝડપાયેલા બંન્ને શખ્સો તથા પોલીસ ટીમ નજરે પડે છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

જામનગર, તા. ૮ :. ફરીયાદી કીરીટભાઈ ડાયાભાઈ ખારવા રે. જામનગર વાળાના નાના ભાઈ હરેશ ડાયાભાઈ ખારવાનું ખૂન જામનગર રંગમતી નદી, મણીકંકેશ્વર મહાદેવના મંદિર નજીક નદીના કાંઠે કોઈ અજાણ્યા ઈસમો કોઈપણ કારણસર કોઈ બોથડ પદાર્થથી મરણજનારના માથાના ભાગે ઘા મારી ગંભીર ઈજા કરી લાશને સળગાવી દઈ મરણજનારના દાગીના, રોકડ રૂપિયાની લૂંટ ચલાવેલ જે ખૂન કેસ લૂંટનો બનાવ વણશોધાયેલ હતો.

આ ખૂન કેસનો બનાવ બનતા પોલીસ અધિક્ષક શરદ સિંઘલનાઓના માર્ગદર્શન તથા શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ.પી. જાડેજાનાઓના સુપરવિઝન હેઠળ આ કેસનો ગુન્હો શોધી શોધી કાઢવા અંગે એલસીબીના પોલીસ ઈન્સ. શ્રી આર.એ. ડોડીયા તથા પોલીસ સબ ઈન્સ્પેકટર આર.બી. ગોજીયાને સૂચના કરેલ જે ખૂન કેસનો ભેદ ઉકેલવા માટે એલસીબીની અલગ અલગ ચાર ટીમો બનાવી બનાવ સ્થળની આજુબાજુનો વિસ્તાર સર્ચ કરી તેમજ મરણજનાર સાથે રોજબરોજ સંપર્કવાળા ઈસમોની પ્રવૃતિ તથા હિલચાલ ઉપર વોચ રાખવામાં આવેલ હતી તેમજ ઇલેકટ્રોનીક માધ્યમનો ઉપયોગ કરવામાં આવેલ હતો.

આજરોજ એલસીબીના પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો આ ખુનનો ભેદ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન એલ.સી.બી.ના પો.કોન્સ. મિતેશભાઇ પટેલ તથા ફિરોઝભાઇ દલ તથા બળવંતસિંહ પરમાર તથા કમલેશભાઇ રબારીને તેઓના અંગત બાતમીદારથી હકીકત મળી હતી.

આ ખુન કેસમાં સંડોવાયેલ બે ઇસમો એકસેસ મો.સા. નં. જીજે૧૦બીએસ-૫૦૩૬ લઇને રાજકોટ નાશી જવાની પેરવીમાં છે તેવી હકીકત હોય જેથી કાલાવડ નાકા બહાર રંગમતી નદી પાસે કલ્યાણ ચોકમાં એલસીબી સ્ટાફની ટીમો બનાવી વોચ તથા વાહન ચેકીંગમાં હતા. દરમિયાન હકીકતવાળી એકસેસ મો.સા. દરબારગઢ તરફથી આવતા જે મો.સા.માં પસાર થનાર (૧) ઉબેદ અબ્દુલભાઇ ઘાંચી મુસ્લિમ રે. જામનગર ઘાંચીવાડ, જાંબુડી મસ્જીદ પાસે, 'મરીયમ મંજીલ' (ર) જાફર સીદ્દીકભાઇ જુણેજા રે. જામનગર, સોઢાવાડીવાળાને પકડી પાડી તેમના કબ્જામાંથી સોનાનો ચેઇન-૧ તથા સોનાની લકકી તથા જુના સિકકા તથા સેમસંગ કંપનીના મોબાઇલ-૬ તથા એકસેસ મો.સા. તથા કમરે બાંધવાનો પટ્ટો જે મુદામાલ કબજે કરી પો.સ.ઇ.આર.બી.ગોજીયાએ મજકુર બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

ઇસમોને પૈસાની જરૂરત હોય જેથી છેલ્લા સાતેક દિવસ પહેલા પ્લાન કરી મરણજનર ભૂવા હોય અને વીધી કરવાના બહાને બનાવવાળી જગ્યાએ લઇ જઇ પટ્ટા વડે મારી ખુજ કરી પહેરેલ દાગીના  રોકડ, રકમ તથા મોબાઇલ ફોનોની લૂંટ કરી ત્યારબાદ લાશની ઓળખ ન થાય તે માટે પેટ્રોલ છાટી મરણજનારની લાશને સળગાવી નાખેલનું પ્રાથમીક તપાસમાં ખુલવા પામેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. આર.એ.ડોડીયાની સુચના મુજબ પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા વી.વી.વાગડીયા તથા કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા વસરામભાઇ આહીર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલાવડીયા, ફીરોજભાઇ દલ, ખીમભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, નિર્મળસિંહ, બી.જાડેજા તથા અરવિંદગીરી ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(3:56 pm IST)