Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

બગસરામાં સ્વચ્છતા સર્વેક્ષણ

 બગસરા : ગુજરાત સરકારશ્રીના સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯ અંતર્ગત વોર્ડનં.૬ અને ૭માં ડોર ટુ ડોર નગરપાલીકાના ચીફ ઓફીસર ભાવનાબેન ગૌસ્વામી તથા હેડ કલાર્ક ખીમસુરીયા ભાઇ ટીમ સાથે પ્રમુખ નીતીનભાઇ, એ.વી.રીબડીયા સહિત ડોર ટુ ડોર ઘરે જઇને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યુ અને સુકો તથા ભીનો કચરો ડસ્ટબીનમાં ભેગો કરીને નગરપાલીકાની ગાડી ડોર ટુ ડોર આવે છે તેમાં નાખવો. જયાં ત્યા ફેકવો નહી. ઝયા ત્યા ફેકનારને દંડ કરવામાં આવશે. આ ટીમમાં ભરતભાઇ ખીમસુરીયા, નોડલ ઓફીસર કમલેશભાઇ સેંજલીયા, ભરતભાઇ જોશી, બાબરીયાભાઇએ જબલા પ્લાસ્ટીક ન વાપરવા અને કોઇપણ વસ્તુ કપડાની થેલીમાં લેવી તેમ જણાવેલ તથા મોબાઇલ એપ્લીકેશન સ્વચ્છતા એપનું ઉપયોગ કરવાની લોકોને વિનંતી કરી હતી. (તસ્વીર : સમીર વિરાણી, બગસરા)(૪૫.૨)

 

(11:48 am IST)