Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

લોધીકાના મેંગણી પાસે વાડીના મકાનમાંથી ૭૭ હજારની ચોરી

તસ્કરો વાડીમાં રહેતા મજૂરના રૂમમાંથી રોકડ તથા ઘરેણા ઉઠાવી ગયાઃ શકમંદોની પુછપરછ

રાજકોટ તા. ૮ :.. લોધીકા તાલુકાના મેંગણી ગામ પાસે વાડીના મકાનમાં રહેતા એમ. પી. ના મજૂરના રૂમમાંથી તસ્કરો રોકડ તથા ઘરેણા મળી રૂ. ૭૭ ની મતા ચોરી જતા  ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જાંબવાના વડલીપાળાના વતની હાલ લોધીકાના મેંગણી ગામ પાસે ધીરૂભાઇ મોહનભાઇ બાલાણાની વાડીમાં રહીને ખેત મજૂરી કરતા શરમાભાઇ ધનાભાઇ પરમાર (ઉ.૪ર) ના મકાનના રૂમમાં તસ્કરોએ પ્રવેશ કરી કબાટ ખોલી તેની અંદર નાની તીજોરીના લોક તોડી રૂ. ૪૦,૦૦૦ રોકડા તથા ચાંદીના ઘરેણા મળી રૂ. ૭૭,૦૦૦ ની મતા ચોરી ગયા હતાં. આ બનાવ અંગે શરમાભાઇ પરમારે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ જે. યુ. ગોહીલ સહિતના સ્ટાફે વાડીની આસપાસના લોકો તથા શકમંદોની પુછપરછ હાથ ધરી છે. (પ-૧૮)

(11:41 am IST)