Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મોરબીની રવાપર સરકારી ખરાબાની જમીન ઉપર બુલડોઝર ફર્યુ : કરોડોની જમીન ખુલ્લી થઇ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૮ : તાલુકાના રવાપર ગામની સરકારી ખરાબાની સર્વે નં ૯૨ની જમીનમાં દબાણ કરવામાં આવ્યું હોય જેમાં અંદાજે ૫ વીઘા જેટલી જમીનમાં કમ્પાઉન્ડ વોલ ઉભી કરી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે મામલે તંત્ર જાણ હતા જિલા કલેકટર આર.જે.માકડીયાના માર્ગદર્શન હેઠળ મોરબીના ઇન્ચાર્જ મામલતદાર યુ.એ.સુમરા અને નાયબ મામલતદાર ગંભીર સહીતની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં પહોંચી હતી અને ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું અને દબાણો હટાવવામાં આવ્યા હતા.

સરકારી ખરાબાની કરોડોની કીમતી જમીન પર કબજો કરી દબાણ કરનારા ઇસમો સામે તંત્રએ લાલ આંખ કરી દબાણ હટાવ કામગીરી શરૂ કરી છે. ગત મેં માસમાં આ જગ્યા પર તંત્ર દ્વારા દબાણ થાય તે પેહલા દુર કરવમાં આવ્યું હતું અને ફરી દબાણ થતા તંત્ર યોગ્ય કાર્યવાહી કરી હતી પરંતુ વારંવાર આવું કૃત્ય કરનાર સામે કડક પગલા લેવમાં આવે તો આવી કાર્યવાહી તંત્ર ફરી ન કરવી પડે તે પણ જરૂરી છે. તેવો મત લોકોમાં પ્રવર્તી રહેલ છે.(૨૧.૮)

(10:11 am IST)