Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો ખેડૂત-ખેતરો સુધી પહોંચ્યા છેઃ રણધીરસિંઘ

લોકભારતી સણોસરા ખાતે ત્રિદિવસીય કાર્યશાળા તાલીમ કાર્યક્રમનો પ્રારંભ

(મુકેશ પંડિત) ઇશ્વરીયા તા.૮: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-લોકભારતી સણોસરા દ્વારા ત્રિદિવસીય કાર્યશાળા અને તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા ભારતીય કૃષિ સંશોધન પરિષદના સહાયક નિયામક શ્રી રણધીર સિંઘે કહયું કે દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો ખેડૂત અને ખેતર સુધી પહોંચેલા છે.

શુક્રવારથી પ્રારંભાયેલ ત્રિદિવસીય કાર્યશાળા અને તાલીમ કાર્યક્રમમાં ગુજરાતના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો તેમજ મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા કૃષિ વૈજ્ઞાનિકો સાથે સંશોધન અધિકારીઓ દ્વારા ક્ષેત્રિય તેલીબીયા તેમજ કઠોળના પ્રયોગો અને સંશોધનો પર થઇ શકતા અનુભવો વિશે ચર્ચા રજુઆતો થઇ રહેલ છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા આ કાર્યક્રમ પ્રારંભ કરાવતા ભારતીય કૃષિ સંશોધન પરિષદનાં સહાયક નિયામક (કૃષિ વિસ્તરણ) શ્રી રણધીર સિંઘે લોકભારતીના કૃષિ સંશોધનોને બિરદાવી અહિં યોજાયેલ કાર્યશાળા અંગે આનંદ વ્યકત કર્યો. તેલીબીયા અને કઠોળ પાકના વાવેતર તથા ખેડતોને પોષણક્ષમ ભાવો સાથે વૈશ્વિક કક્ષાએ આંકડાકીય વિગતો આપી પડકારરૂપ સ્થિતિમાં કામ કરવા પર ભાર મુકયો. તેમણે ગૌરવ પણ વ્યકત કર્યું કે દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ ખેડૂત અને ખેતર સુધી પહોંચેલા છે.

લોકભારતી સંસ્થાના શ્રી રામચંદ્રભાઇ પંચોળી તથા શ્રી પ્રશાંતભાઇ ભટ્ટે અહિ સ્થાપના કાળથી શિક્ષણ, સંશોધન સાથેવિસ્તરણ કાર્યમાં ગામડા અને ખેતિને કેન્દ્ર સ્થાને રખાયા અંગે વાત કરી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડાશ્રી નિગમભાઇ શુકલના સંચાલન સાથેના પ્રારંભ કાર્યકમમાં ઉપસ્થિત રહેલા શ્રી દેવિદયાલજી, શ્રી ઠક્કર તથા શ્રી લખનસિંઘ વોરા આ કાર્યશાળા -તાલીમ અને લોકભારતી સંદર્ભે વાતો કરી આભારવિધી શ્રી કાલેકર દ્વારા કરવામાં આવી.

અહિં જોડાયેલા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ત્રણ દિવસ દરમિયાન પોતપોતાના ક્ષેત્રના સંશોધનો તથા તેલીબીયા અને કઠોળ પાકની સંભાવના વિશે અભ્યાસ તારણો રજૂ કરી રહયા છે. સમાપન રવિવારે થનાર છે.(૧.૧)

 

(10:06 am IST)