Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

છેલ્લા દોઢ વરસથી અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપી અને મહેસાણા કોર્ટે સજા આપ્યા બાદ નાસતો ફરતો આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

 

 ભાવનગર ;ભાવનગર એસઓજી પોલીસે દોઢ વર્ષથી અપહરણમાં ગુન્હામાં વોન્ટેડ આરોપી શૈલ;એશ કટારા અને મહેસાણા કોર્ટે સજા ફરમાવ્યા બાદ નાસતો ફરતો આરોપી પ્રતીક હડીયલને ઝડપી લીધા છે તાજેતરમાં ગૃહ વિભાગ દ્રારા રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકરી પી.એલ.માલએ ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે  એસ..જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ..જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવતા હતા

    દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ.સોહીલભાઇ ચોકીયા તથા પોલીસ હેડકોન્સ.યોગેન્દ્રસિંહ ગોહીલ ને મળેલ બાતમી આધારે અરવલ્લી જીલ્લાના મેઘરજ પો.સ્ટે. ફર્સ્ટ ગુ..નં-૦૫/૨૦૧૭ .પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી શૈલેષભાઇ ભીખાભાઇ કટારા (..૨૪ ) ( રહે-હાલ-એકતા સોસાયટી, મેલડી માના મંદીર પાસે મહુવા જી.ભાવનગર મુળગામ- ભેમાપુર તા.મેઘરજ જી.અરવલ્લી) ભાવનગર વાળાને મહુવા-રાજુલા હાઇવે ઉપરથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

  તેમજ એસ..જી. સ્ટાફના પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા પોલીસ હેડકોન્સ. હરેશભાઇ ઉલવા ને મળેલ બાતમી આધારે બીજા એડી.ચીફ જયુડી. મેજીસ્ટ્રેટશ્રી મહેસાણાની કોર્ટના ક્રિ. કેસ.નં-૧૦૯૬૯/૨૦૧૭ નેગો ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબના કામે સજા પામેલ નાસતો ફરતો આરોપી પ્રતિકભાઇ ભાવસંગભાઇ હડીયલ (..૨૯) (  રહેવાસી-મુળ-પ્લોટનં-, પંચવટી સોસાયટી, કોઝ-વે રોડ, કતારગામ, સુરત હાલ-લાખણકા ગામ, ઇશ્વરભાઇ વેગડના મકાનમાં તા.વલ્લભીપુર જી. ભાવનગર )ને કાળાનાળા ચોકમાંથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વલ્લભીપુર  પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

  બન્ને કામગીરીમાં એસ..જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા હરેશભાઇ ઉલવા તથા જગદીશભાઇ મારૂ તથા હિતેષભાઇ મેર તથા પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા નિતીનભાઇ ખટાણા તથા હારીતસિંહ ચૌહાણ તથા બાવકુદાન ગઢવી તથા હારીતસિંહ ચૌહાણ તથા ડ્રાઇવર ભોજાભાઇ તથા મુકેશભાઇ જોડાયા હતા.

 

(11:23 pm IST)