Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

ઉપલેટાના ગધેથડ ગામના વેણુ ડેમમાં નવા નીર આવતા ગ્રામજનો દ્વારા નવા નીરના વધામણા

ઉપલેટાઃ ઉપલેટા પંથકમાં અને આજુબાજુ ના વિસ્તાર માં ખેતી અને પીવાના પાણી અને જીવાદોરી સમાન એવો ગાયત્રી આશ્રમ અને ગધેથડ ગામ પાસે આવેલ વેણુ ડેમમાં નવાં નીર આવતાં લોકો મા હર્ષ ની લાગણી પ્રસરી જવાં પામી છે ત્યારે ગધેઠડ ગામ તથા આજુબાજુ નાં ગ્રામજનો એ નવાં નીર નાં વધામણા કર્યા હતાં અને આ ડેમની કુલ સપાટી 55 મીટર છે 53 મીટર કુલ સપાટી પોહચી છે આ જીવાદોરી સમાન એવો વેણુ ડેમ ઓવરફલો થતાં ઉપલેટા તાલુકાના 22 ગામોને આ ડેમનું ચિચાઈનુ તથા પીવાનું પાણી દેવામાં આવે છે ત્યારે આજુબાજુ ના લોકોમાં હર્ષ ની લાગણી પ્રસરી જવાં પામી હતી

(10:56 am IST)