Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ખંભાળીયા-પ૪, કલ્યાણપુર-૪૧, દ્વારકા-ભાણવડમાં કુલ ર૭ ઇંચ

તમામ તાલુકાઓમાં ૧૦૦ ટકા ઉપરાંતનો વરસાદઃ દેવભુમી દ્વારકા જીલ્લામાં ઠેર-ઠેર પાણી ભરાતા વ્યાપક નુકશાનઃ મશીનરીઓ તણાઇ ગઇ

ખંભાળીયા તા. ૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત રવિવારથી વ્યાપક રીત પડેલો વરસાદ આજે સવારે બંધ થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.

છેલ્લા ર૪ કલાકમાં જોઇએ તો ખંભાળિયામાં ૧ર ઇંચ કલ્યાણપુરમાં ૧૧ ઇંચ, દ્વારકામાં નવ ઇંચ તથા ભાણવડમાં ૮II ઇંચ વરસાદ પડયો હતો તથા સમગ્ર જિલ્લામાં આજે રાહતરૂપે વરસાદ અટકયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદે એવોજ ૧૦૦ ટકાથી ઉપર વરસાદ એવરેજ થયો છે ખંભાળિયા તાલુકામાં ૧૮૩ ટકા, કલ્યાણપુર તાલુકામાં ૧૩૮ ટકા, દ્વારા, તાલુકામાં ૧૪૭ ટકા તથા ભાણવડ તાલુકામાં ૧૦૮ ટકા વરસાદ પડયો છે.

ભારે વરસાદને કારણે ખુબજ વ્યાપક રીતે નુકશાન ખેતીને પણ થયું છે અનેક ખેતરો હજુ પણ પાણીથી તરબોળ છે તો અનેક સ્થળે હજુ પણ રસ્તાઓ બંધ છે. તો અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસેલા છે તથા હેઠવાસમાં પાણી ભરતા લોકોના ઘરોમાં પણ હજી પાણી છે.!!

(2:51 pm IST)