Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ફોદાળા ડેમ સતત ત્રીજા દિ'એ ઓવરફલો : કુતિયાણામાં ૨૪ કલાકમાં પોણા સાત ઇંચ

પોરબંદરમાં ૪ાા ઇંચ : રાણાવાવમાં ૩ ઇંચઃ ખંભાળા ડેમમાં બે ફૂટ નવુ પાણીઃ સવારથી ધૂપછાંવ

પોરબંદર તા. ૮ : પોરબંદર જિલ્લામાં ગઇકાલે આખો દિવસ રાઉન્ડ ધ કલોક હળવો - ભારે વરસાદ ચાલુ રહેતા આજે સવારે પુરા થતાં ૨૪ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૩ ઇંચથી પોણા સાત ઇંચ વરસાદ પડી ગયો હતો. કુતિયાણામાં પોણા સાત ઇંચ ૨૪ કલાકમાં પડી ગયેલ હતો. ફોદાળા ડેમ સતત ત્રીજા દિવસે ૧.૭૫ ફુટથી ઓવરફલો જાય છે. જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજા થંભી ગયેલ છે અને સર્વત્ર ધૂપછાંવ રહેલ છે.

જિલ્લા કંટ્રોલ મુજબ વરસાદ પોરબંદર ૧૧૫ મીમી (૬૬૧ મીમી), રાણાવાવ ૯૫ મીમી (૫૯૧ મીમી), કુતિયાણા ૧૬૮ મીમી (૭૦૧ મીમી), ફોદાળા જળાશય વિસ્તાર વરસાદ ૪૦ મીમી (૫૪૦ મીમી) સતત ત્રણ દિવસથી ઓવરફલો ચાલુ છે. ખંભાળા જળાશય વરસાદ ૧૦૩ મીમી (૪૯૨ મીમી) ૨ ફુટ નવુ પાણી, હાલ સપાટી ૩૦.૪ ફુટ પહોંચી છે.

એરપોર્ટ હવામાન કચેરી મુજબ ગુરૂત્તમ ઉષ્ણાતામાન ૨૮.૪ સે.ગ્રે, લઘુત્તમ ઉષ્ણાતામાન ૨૫ સે.ગ્રે., પવનની ગતિ ૨૪ કી.મી., હવાનું દબાણ ૯૯૮ એચ.પી.એ., સૂર્યોદય ૬.૧૫, સૂર્યાસ્ત ૭.૩૮ મીનીટે વરસાદ ૯૩.૯ મીમી (૬૮૭.૮ મીમી) નોંધાયેલ છે.

(1:05 pm IST)