Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ટંકારા તાલુકાનું ભુતકોટડા ગામ પુલની અધૂરી કામગીરી તથા ડાયવર્ઝનના ધોવાણને કારણે વિખૂટું પડ્યું

ટંકારા,તા.૮: તાલુકાનું ભૂત કોટડા ગામ ડેમી નદીમાં પાણીની ભારે આવક થતા વિખૂટું પડી ગયેલ છે.

હરીપર થી ભૂતકોટડા જવા માટે વચ્ચે ડેમી નદી આવે છે.ઙ્ગ ડેમી નદી ઉપર પુલ બનાવવાનો મંજુર થયેલ છે, તેને કામગીરી બીજા વર્ષે પણ પૂરી થઈ નથી .વાહનની અવરજવર માટે ડાયવર્ઝન બનાવાયેલ, પરંતુ આ ભારે વરસાદમાં પુરના કારણે ધોવાણ થયેલ છે. વાહનની અવરજવર બંધ થયેલ છે.

દર વર્ષે ચોમાસામાં ભૂતકોટડા ગામ વિખુટુ પડી જાય છે. દિવસો સુધી વાહન વ્યવહાર બંધ થાય છે.ગ્રામજનો ભારે પરેશાની ભોગ વે છે.

હરીપર અને ભૂતકોટડા વચ્ચે ડેમી નદી ઉપર પુલ બનાવવાની કામગીરી બીજા વર્ષે પણ પૂરી થઈ નથી .

ભૂતકોટડાઙ્ગ ગામના લોકોને હાઈવે રોડ ઉપર જવા, હરીપર જવા માટેઙ્ગ નદીના કાંઠે કાંઠે વાહન લઈને હરબટીયાળી ગામ સુધી જવું પડે છે અને ત્યાંથીઙ્ગઙ્ગ નદી નો પુલ ઓળંગી હરબટીયાળી જવાય છે . ત્યાંથી હરીપર જવું પડે છે.

ટંકારા બાર એસોસીએશનના પ્રમુખ પરેશ ઊજરીયા એ હરીપર અને ભૂટકોટડા વચ્ચેનું ડાઇવર્ઝન તાત્કાલિક રીપેર કરી વાહન વ્યવહાર ચાલુ કરવાની માગણી કરેલ છે.(

(12:56 pm IST)