Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

જોડીયા પંથકમાં અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની આગેવાનો સાથે મુલાકાત લેતા સંસદ સભ્ય પૂનમબેન માડમ

જામનગર, તા.૮: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ જોડીયા પંથકમાં જોડીયા સહિત અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

જામનગર જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે ઉંડ-૨ ડેમમાં વિપુલ માત્રામાં પાણી આવવાથી ડેમ ઓવર ફ્લો થતા અને ઉંડ-૨ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામો આણંદા, ભાદરા, કુનડ, બાદનપર, જોડીયા ગામના ખેડૂતોની જમીનના થયેલ ધોવાણ અને વાવેલ પાકને થયેલ નુકસાન અંગે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી તેમજ જુદા જુદા ગામોના સરપંચો તેમજ આગેવાનો સાથે બેઠક કરી વિગતવાર માહિતીઓ મેળવી હતી.

આ મુલાકાત વખતે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય શ્રી રાઘવજીભાઇ પટેલ, જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઇ દલસાણીયા, શ્રી ધરમશીભાઇ ચનિયારા, શ્રી ચિરાગભાઇ વાંક, ભરતભાઇ ઠક્કર સહિતના આગેવાનો સાંસદશ્રી સાથે રહ્યા હતા.(

(12:51 pm IST)