Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

મોરનો વિડીયો બનાવી ટીકટોકએપ પર અપલોડ કરતા બે સગીરો ફસાયા

ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં : વન વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ

ચોટીલા, તા. ૮ : ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે સગીર વયના બાળકોએ મોર સાથે મોબાઇલમાં વિડીઓ બનાવી તેને ટીકટોક એપ પર મ્યુઝીક સાથે અપલોડ કરેલ હતો જે વન વિભાગને ધ્યાને આવતા વન વિભાગે સગીર બાળકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે.

મોર વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટ ૧૯૭રમાં શેડયુલ-૧નો દરજ્જો ધરાવે છે. વધુમાં તે રાષ્ટ્રીય પક્ષી પણ છે. જેની કોઇ પણ પ્રકારે પજવણી કરવી એ ગુનો બને છે. આ કિસ્સામાં બે સગીરો કાયદાના સંઘર્ષમાં આવેલ છે.

સુરેન્દ્રનગર વન વિભાગ લોકોને અપીલ કરે છે કે કોઇ પણ વન્યપશુ-પક્ષીઓને પકડવા, બંધન અવસ્થામાં રાખવા મારવા, ઝેર આપવા, જાળમાં ફસાવવા અને ફાંસલામાં નાખવાનો અને તેમ કરવાનો દરેક પ્રયત્ન (પ્રયત્નો નિષ્ફળ જાય તો પણ તે શિકાર કર્યા સમાન ગણાશે) તેમજ તગડવાનો, ભગાડવાનો, ઇજા કરવાનો, મારી નાખવાની અથવા અંગચ્છેદના કૃત્યો કરવાબદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(11:41 am IST)