Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

વેરાવળના કાજલી ગામે હિરણ નદીના પુલ ઉપર ફુટ-ફુટના ખાડામાં રોજ વાહન ચાલકો પડે છે!!

પ્રભાસપાટણ, તા., ૮: વેરાવળ તાલુકાના કાજલી માર્કેટીંગ યાર્ડની બાજુમાં આવેલ હિરણ નદી ઉપર મોટો પુલ આવેલ છેે જે એક માત્ર વેરાવળ-કોડીનાર ઉનાને જોડતા રસ્તાનો પુલ છે અને ચોમાસામાં આ પુલ ઉપર પાણી ભરાવાને કારણે ખાડાઓમાં પાણી ભરાવાથી વાહન ચાલકોને અંદાજ આવતો નથી કે કેટલો ઉંડો ખાડો છે તેથી રોજ બાઇક ચાલકોના પડવાના બનાવો બની રહેલ છે.

આ પુલ ખુબ જ મહત્વનો છે આ પુલને કોઇ પણ જાતનું નુકશાન થાય તો વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે સંપુર્ણ બંધ થઇ જાય અને બીજો કોઇ વૈકલ્પીક રસતો પણ નથી છતા પણ આવા મહત્વના રસ્તાને રીપેરીંગ કરવામાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતુ નથી.

આ રસ્તાની આવી હાલત પાછળનું મુખ્ય કારણ એ છે કે પુલ ઉપર ચોમાસાના પાણીના નિકાલની વ્યવસ્થા નથી જેથી પાણી પુલ ઉપર ભરાય રહે છે અને ડામરના ધોવાણથી મોટા ખાડાઓ પડી જાય છે. આ પુલ ઉપરથી વેરાવળ-કોડીનાર-ઉના સહીત નેશનલ હાઇવે રોડનાં તમામ વાહનો તેમજ જી.એસ.સી.એલ. સિધ્ધી સીમેન્ટ, અંબુજા કંપની અને જીઆઇડીસી મચ્છીના મોટા-મોટા હેવીવેઇટ વાહનો પસાર થાય છે. જેથી રસ્તો જો કે સેકન્ડ માટે બંધ રહેતો નથી અને ખાડાઓને કારણે આ મોટાવાહનોનો ધડકો લાગવાથી પુલ વધુ નબળા બને છે.

અત્યારે આ હાઇવે રોડની રીપેરીંગની જવાબદારી ફોરલાઇન ઓથોરીટીની છે પરંતુ આ રસ્તા રીપેરીંગ બાબતે કોઇ ગંભીર નથી અને કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય તેવુ માલુમ પડે છે.

આ બાબતે કાજલી ગામનાં સરપંચ મેરગભાઇ અરજનભાઇ બારડે જણાવેલ કે આ રોડ થોડા સમય પહેલા કરોડોનાં ખર્ચે બનેલ છે. પરંતુ નબળી ગુણવતા વાળા રોડ બનવાને કારણે પ્રથમ ચોમાસામાં રસ્તાનું ધોવાણ થયેલ છે અને ઠેર-ઠેર ખાડાઓ પડી ગયેલો છે. જેનો ભાગ વાહન ચાલક બની રહેલ છે.

(11:40 am IST)