Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

વેણુ - ૨ ડેમના પાટિયા ખોલતા લીલાખા ગામમાં પાણી ઘૂસ્યા

ઉપલેટા,તા.૮:ઉપરવાસ વરસાદ હોવાથી નીલાખા ની વેણુ-૨ નદી માં ભયંકર રીતે ઘોડા પુર આવતા વેણુ૨ નદી ના કાઠે નીલાખા ગામ બેટ માં , ગામ ની અંદર પાણી ઘુસી જતા ગ્રામજનોને ખુબજ નુકસાની તેમજ નીલોખા ગામના ફેરવાયેલ. ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોનો પાક જેમ કે મગફળી, તુવેર, કપાસ, સોયાબીન વગેરે પાક ફેલ થતાં ખેડૂતોને ખુબજ ભયંકર રીતે નુકસાની  થયેલ. સાથે વેણુ૨માં ઘોડા પુર આવાના કારણે પીજીવીસીએલના પાવર ના થાંભલા પડી જતા વીજ પુરવઠો પણ બંધ થતાં ગ્રામજનો ખુંબ જ ખરાબ હાલાકી ની સામનો કરવો વારો આવ્યો. આ ઉપરાંત પ્રાથમિક શાળા માં આવેલ બાલ મંદિરમાં પણ પાણી ઘુસી જતા બાલ મંદિરમાં રહેલ માલસામાનને ઘણું બધું નુકસાન થયેલું હતું.(

(11:39 am IST)