Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ભાવનગરના સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે પાણી સ્ટેન્ડનો જાહેર શૌચાલય શોભાના ગાંઠિયા

ભાવનગર, તા.૮ : ભાવનગરના સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે આવેલા મજુરો માટેના પાણીના સ્ટેન્ડનો અને જાહેર શૌચાલય શોભાના ગાંઠિયા જેવા છે.પાણીના સ્ટેન્ડમાં એકમાં પણ નળ નથી તેમજ મજૂરો માટે નાહવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે ત્યાં એક પણ જગ્યાએ પાણી આવતું નથી કે નળ નથી તેમજ લાખો રૂપિયાના ખર્ચે છે મજૂરો માટે બનાવેલા સંડાશ બાથરૂમ શોભાના ગાંઠિયા જેમ બંધ હાલતમાં પડેલા છે.

અલંગ-સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘની માંગ છે કે આ પાણીના સ્થાનોમાં નળ નાખવામાં આવે અને પાણી જવા માટેનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને મજૂરોને પૂરતા પ્રમાણમાં નિયમિત પાણી આપવામાં અને ખાસ કહેવાનું કે પાણીનો સાંજના ૭:૦૦ વાગ્યે આપવું જોઈએ જેથી કરીને મજૂરોને છૂટીને પોતાની જરૂરિયાત મુજબનું પાણી ભરી શકે તેમજ જાહેર સોચાલય તાત્કાલિક ચાલુ કરવામાં આવે

હાલમાં સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે પ્લોટ નંબર ૧૪૭ થી વી- ૧૦ સુધી મજૂરો માટે એક પણ પાણી નું સ્ટેન્ડ નથી તો આ પ્લોટોની વચ્ચે મજૂરો માટે પાણીના સ્ટેન્ડ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા બનાવવાની માંગણી છે. તેમજ મજૂરો માટે નહવાનું બનાવેલ છે. ત્યાં પાણીની કોઇ વ્યવસ્થા નથી ત્યાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ મજૂરોની માંગણી છે

કોરોનાનીમાં મહામારી બીમારી હોય તો મજૂરોને નાહવા માટે પાણીની ખાસ જરૂર છે તેથી નિયમિત પાણી મળે તેવું કરવા જણાવેલ છે. તેમજ સોસિયા શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે આવેલ શૌચાલય ચાલુ કરવા જોઈએ જેથી કરીને મજૂરો જે દરિયામાં અને ખુલ્લી જગ્યામાં શૌચક્રિયા કરવા જાય છે તે બંધ થાય અને નાવા ધોવા અને પાણીના સ્ટેશનોએ યોગ્ય સફાઈ થાય આ બાબતે યોગ્ય કરવા આજરોજ કામદાર સંઘના પ્રમુખ સુખદેવસિંહ ગોહિલ દ્વારા ગુજરાત મેરીટાઈમ બોર્ડને લેખિત જાણ કરી યોગ્ય કરવા માંગ કરેલ છે.

(11:35 am IST)