Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

અષાઢમાં સૌરાષ્ટ્રનાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, કચ્છ, પોરબંદર જીલ્લામાં ફુલ વરસાદ વરસી ગયો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારથી મિશ્ર વાતાવરણના માહોલ સાથે વરસાદનું જોર ઘટયુઃ હળવા - ભારે ઝાપટા

રાજકોટ તા. ૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી મિશ્ર વાતાવરણ સાથે વરસાદનું જોર ઘટયુ છે અને માત્ર હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

અષાઢ મહિનામાં સૌરાષ્ટ્રના પ જીલ્લાઓમાં ૧૦૦ ટકા વરસાદ  વરસી ગયો છે જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, કચ્છ, પોરબંદર જીલ્લાઓમાં ભારે વરસાદ પડી ગયો છે.

અમરેલી જીલ્લાના અમરેલીમાં ૧ મી.મી. જાફરાબાદ ૧૭ મી.મી. ધારી પ મી.મી. બગસરા ૮ મી.મી. બાબરા ૪ મી.મી. વડીયામાં ૮ મી.મી. વરસાદ પડયો છે.

જામનગર

જામનગરઃ આજનુ હવામાન ર૯.૬ મહતમ ર૪.૮ લઘુતમ ૯પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧ર.૭ પ્રતિ કલાક પવનની ગતી રહી હતી. 

(11:35 am IST)