Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

રાજ્ય સરકારમાં ત્રણ-ત્રણ વખત રજુઆત છતા ગુજરાતના સંચાલકો દ્વારા શિક્ષણ -ફી સાથે હોસ્ટેલ ફીના ઉઘરાણા ચાલુઃ હવે રાજ્યપાલને રજુઆત

સીધીને સટ વાત ગુજરાતી શાળા-કોલેજો ખુલી જ નહીં તો હોસ્ટેલ ફી શેની??? સરકાર, જિલ્લા શિક્ષણાધિકારી, યુનિ.સત્તાધીશો, શિક્ષણ વિભાગ અને સંચાલકોની મિલિભગત સ્પષ્ટ થઇ ચુકી છેઃ ડાયમેનિક ગ્રુપના હરેશ બાવીશીનો આક્ષેપ

અમરેલી,તા.૮:અમરેલીના ડાયનેમિક ગૃપ દ્વારા રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નતિનભાઈ પટેલ,શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સુધી રાજયની શાળા-કોલેજોના સંચાલકો કોલેજો,સ્કુલોની હોસ્ટેલો બંધ હોવા છતા શિક્ષણ ફી સાથે હોસ્ટેલ ફી વસુલી રહ્યા છે અને જુન-ર૦ર૦થી અત્યાર સુધીમાં કરોડો ખંખેરી લીધા છે.

તે પરત અપાવવા તથા શિક્ષણ-ફી સાથે કોઈપણ પ્રકારની ફી ન વસુલવા આદેશ આપવા રજુઆત કરાઈ છે છતા આજદિન સુધી ગુજરાતના કોઈ જિલ્લાના શિક્ષણાધિકારી, જિલ્લાનું વહીવટીતંત્ર ,મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી તો સંવેદનશીલ સરકારની સંવેદના કયાં ગઈ ? ? ? સીધી-સાદી વાત છે ઓનલાઈન શિક્ષણ આપતા હોય તો શિક્ષણ ફી લેવાય પણ હોસ્ટેલો જ બંધ છે તો હોસ્ટેલ ફી શેની ? ? એ વાત ગુજરાતની જનતાને સમજાય છે પણ રાજય સરકારને નથી સમજાતી ત્યારે ના છૂટકે રાજયના રાજયપાલને રજુઆત કરાઈ છે. અત્યાર સુધી જે-જે શાળા-કોલેજોમાં શિક્ષણ ફી સાથે હોસ્ટેલ ફી ઊધરાવી છે તેવી તમામ શાળા-કોલેજોની માન્યતા રદ કરીને દંડાત્મક પગલા લેવામાં આવે તથા જયાં સુધી શાળા-કોલેજો ચાલુ ના થાય ત્યાં સુધી શિક્ષણ-ફી સાથે કોઈપણ પ્રકારની ફી ના વસુલવામાં આવે તે માટે ઘટતુ કરવા ડાયનેમિક ગૃપે વિનંતી કરી છે.

વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ કરી છે કે જે વાલીઓ પોતાના બાળકની જે સંસ્થામાં શિક્ષણ ફી સાથે હોસ્ટેલ ફી ભરી છે તે રીસીપ્ટની કોપી સાથે મુખ્યમંત્રીશ્રી, શિક્ષણાધિકારીશ્રી,કુલપતિશ્રી, શિક્ષણમંત્રીશ્રીને પત્ર લખીને રજુઆત કરીને આ કહેવાતી સંવેદનશીલ સરકારને બતાવે કે સરકારનો આદેશ મોટો કે એ.સી.ઓફિસોમાં બેસીને બેઠા-બેઠા કમાતા કહેવાતા કેળવણીકારોની મનમાની મોટી ? ? ?

ઉપરોકત રજુઆતનો દિન-પ માં ઉકેલ નહીં આવે અને દિન-૭ માં વિદ્યાર્થી અને વાલીને ઉઘરાવાયેલા નાણા પરત નહીં મળે તો વિદ્યાર્થીની શિક્ષણ-ફી સાથે ગુજરાતભરની સંસ્થાઓની હોસ્ટેલ ફી રિસિપ્ટ સાથે કલેકટરને આવેદનપત્ર આપીને જે-જે સંસ્થાએ શિક્ષણ-ફી સાથે હોસ્ટેલ ફી ઉઘરાવી છે તેની સામે કાયદેસર ફરિયાદ કરવામાં આવશે તથા તપાસ માંગવામાં આવશે.

(1:09 pm IST)