Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

રાણાકંડોરણાના સરપંચ આલા રાતિયા પીધેલ હાલતમાં ઝડપાયા

રસ્તા ઉપર લથડિયા ખાતી હાલતમાં મળી આવેલઃ પેટ્રોલીંગમાં રહેલ પોલીસે પકડી લીધાઃ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો

પોરબંદર ,તા.૮: રાણાકંડોરણાના સરપંચ આલા ઉર્ફે રાજુ ચનાભાઇ રાતિયા (ઉ.૪૫)રસ્તા ઉપર લથડિયા ખાતી  હાલતમાં જતા હતા

તે દરમ્યાન પેટ્રોલીંગમાં રહેલ રાણાવાવના હેડ કોન્સટેબલ ઝીણાભાઇ રાજાભાઇ કટારાની નજરે ચડતા તેમને પકડીને ગુન્હો નોંધ્યો છે.

જાહેરમાં પાસ પરમીટ વિના પીધેલ હાલતમાં નીકળેલ સરપંચ આલા રાતિયા સામે પોલીસે રાણાવાવ પોલીસ  સ્ટેશન ગુન્હો નોધ્યો છે.(૨૨.૯)

(12:42 pm IST)