Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

જૂનાગઢ સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા પુરૂષોતમ મહિના નિમિતે વિવિધ કાર્યક્રમો

જૂનાગઢ, તા. ૮ :. જૂનાગઢ સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા સભ્ય બહેનો માટે શનિવારે જડેશ્વર મંદિર ખાતે પવિત્ર પુરૂષોતમ માસને અનુલક્ષીને એક કાર્યક્રમની ભાવભરી ઉજવણી કરી હતી. શ્રી પદ્માબેન શાસ્ત્રી, શ્રી મીનાબેન ચગ તથા શ્રી તરૂબેન ગઢીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત સમૂહ ગોરપૂજન સાથે કરવામાં આવી હતી. જેમાં બહેનોએ 'આંબુડુ જાંબુડુ' ગાઈને ગોરમાની પૂજા કરી હતી.

ત્યાર બાદ પ્રમુખ ચેતનાબેન પંડયા દ્વારા પરસોતમ માસને અનુલક્ષીને એક રૂપક રજુ કરવામાં આવ્યુ હતું. જેમાં ચેતનાબેન પંડયા, અનિતાબેન દેવચંદાણી, ભાવનાબેન વૈષ્નવ, નમ્રતાબેન પરમાર તથા તેજલબેન નિર્મળે ભાગ લીધેલ હતો.

આ સાથે પ્રમુખ શ્રી ચેતનાબેન પંડયાએ પરસોતમ માસને અનુલક્ષીને એક ધાર્મિક રમત રમાડી હતી. જેમાં ૪૩ સભ્યોએ ભાગ લીધો હતો. જેમા પ્રથમ કુસુમબેન પરમાર, દ્વિતીય રૂપલબેન મણીયાર, તૃતિય સોનલબેન કારીયા, ચતુર્થ અનુપમાબેન રાચ્છ તથા પાંચમાં અલ્કાબેન બાટવીયા આવેલ હતા. લક્કી ડ્રો લતાબેન દેસાઈને લાગેલ હતો.

ત્યાર બાદ પરસોતમ મહિનામાં વન ભોજનનું મહત્વ હોય તેને અનુરૂપ દરેક કારોબારી સભ્યો તરફથી તથા સલાહકાર સમિતિ તરફથી ફરાળી અલ્પાહાર રાખેલ હતો.  આમ સમગ્ર કાર્યક્રમમાં બધા સભ્ય બહેનો તથા કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો તેમ પ્રમુખ ચેતનાબેન પંડયા તથા મંત્રી અનીલાબેન મોદીની યાદીમાં જણાવ્યુ છે.

(11:35 am IST)