Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

દીવથી બિયર ઘુસાડવાનો નવો નુસખો : કેરીની પેટીમાં બિયરનો જથ્થો ઝડપાયો : કોડીનાર પોલીસે મહિલાની અટકાયત કરી

દીવ તા. ૮ : દીવથી બીયરના ટીન ઘુસાડવાનો નવતર નુસખો બહાર આવ્યો છે હાલમાં કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે દિવથી આવતી ખાનગી બસમાં કેરીના બોકસમાં બિયરનો સંતાડી લવાતો જથ્થો કોડીનાર પોલીસે ઝડપી પાડ્યો છે. કેરીના બોકસમાં છુપાવેલા બિયરના જથ્થા સાથે કોડીનાર પોલીસે એક મહિલાની અટકાયત કરી છે.

ઙ્ગ ઉના બાયપાસ પાસેથી દીવથી આવી સુત્રાપાડા જતી એકતા ટ્રાવેલ્સ નામની ખાનગી બસને કોડીનાર પોલીસે રોકી તપાસી લેતા આલ્કોહોલિક કિંગફિશર બ્રાન્ડની સ્ટ્રોંગ બિયરના ૬૦ જેટલા ટીન સાથે એક મહિલાની અટકાયત કરવામાં આવી છે.

બસની ઉપર રાખેલા કેરીના ૨ બોકસ નીચે ઉતારી 'આ કેરીના બોકસ કોના છે.' તેવું પૂછતાં આ બંને બોક્ષ બસમાં સફર કરી રહેલી એક મહિલાના હોવાનું સાબિત થયું હતું.

આ બોક્ષ ને ખોલતા બંને બોક્ષ માંથી કેરીના બદલે ખીચોખીચ કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ટીન ભરેલા હતા. કોડીનાર પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી આ બોક્ષની માલિક મહિલાની અટકાયત કરી છે.

(11:26 am IST)