Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

૪ વેદનું ગુજરાતીમાં ભાષાંતર કરનાર દયાલમુનીજી અને તેના પત્નિએ કોરોનાને હરાવ્યો

ટંકારા,તા. ૮: ટંકારાના વાનપ્રસ્થાશ્રમી પ્રોફેસર આર્યુવેદના ડિલેટની પદવી પ્રાપ્ત ચાર ેવેદનુ ગુજરાતીમા ભાષાંતર કરનાર દયાલમુનીજી અને તેમના પત્નીએ ૮૭ વરસની ઉમરે ઘરે જ રહી કોરોનાને હંફાવ્યો છે.

હાલમા બિજી લહેરમા કોરોનાએ હાહાકાર મચાવ્યો ત્યારે ગત્ તા. ૨૨/૪/૨૦૨૧ના રોજ આર્યસમાજના મહાવિદ્વાન , ગુજરાતી માટે ચાર વેદોનુ ગુજરાતી ભાષ્ય ભેટ આપેલુ છે એવા આયુર્વેદાચાર્ય પ્રો.દયાલમુનીજી આર્ય તથા તેમના ધર્મપત્નિને કોરોના પોઝીટીવ આવતા વિશ્વઆર્ય જગતમા ચિંતાની લાગણી જન્મી હતીફ

ત્યારે દયાલમુનીજીએ ઘરે જ રહી કોરોના ને હરાવવા દ્રઢ નિર્ણય કર્યો અને હોસ્પીટલ મા દાખલ થવા ઈન્કાર કરતા ધરેજ ડો. ભુપેન્દ્ર બી. શેઠ , ડો. બિપીન ભીમાણી, ડો. હિતેષભાઈ ધેટીયાની રૂબરૂ તથા ટેલીફોનિક , વિડીયોકોલથી તબીબી સેવા લીધેલ ,રેપીડ ટેસ્ટ, ઓકસીમીટર તથા જરૂરી દવાઓ યોગેશ રાઠોડ તથા પરેશ કોરિંગાએ વ્યવસ્થા કરેલ , શ્રીમતિ હીનાબેન ધીરજભાઈ બારૈયાએ વૃદ્ઘોને અનુકુળ ભાવતા ભોજન ની સેવા આપેલ. આ રીતે સૌનો સાથ મળતા દંપતિએ દ્રઢતા થી કોરોનાનો સામનો કરી કોરોનાને હરાવતા વિશ્વ આર્ય જગતે રાહતનો અનુભવ થયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે દાદા અને દાદી એકાંત વાનપ્રસ્થાશ્રમ જીવન ટંકારામા પ્રસાર કરે છે અને ટંકારા કર્મભુમીનુ ઋણ અદા કરવા રીટાયડ બાદ શ્રેષ્ઠ જીવન આર્યવીરો અને ટંકારાના જનજન માટે કાર્યરત રહ્યા છે.

(12:04 pm IST)
  • ભાવસિંહજી હોસ્‍પિટલમાં સાંજે ૬ વાગ્‍યે ૩૦ મીનીટ સુધી વિદ્યુત પુરવઠો ખોરવાઇ જતા દેકારો બોલી ગયો : કોન્‍ટ્રાકટરની બેદરકારી સામે આવી : મહિલા ડોકટરે પરિસ્‍થિતિ સંભાળી કોન્‍ટ્રાકટરને બેદરકારી નહિ દાખવવા તાકીદ કરી હતી access_time 9:36 pm IST

  • ગુજરાતના પડોશી રાજસ્થાનમાં ૧૮૨૩૧ નવા કોરોના કેસ નોંધાયા : ગુજરાતને અડીને જ આવેલા રાજસ્થાનમાં પણ કોરોના ધુણવાનુ બંધ કરતો નથી. મોડી સાંજ સુધીમાં નવા ૧૮૨૩૧ કેસ નોંધાયા, ૧૬૪ મૃત્યુ અને ૧૬૯૩૦ સાજા થયા છે. access_time 8:38 pm IST

  • એવા ટેન્કરોને દેશભરમાં ટોલ-ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી દેશભરના નેશનલ હાઈવે ઉપર લિક્વિડ મેડિકલ ઓક્સિજન લઈ જતા ટેન્કરોને, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ-ફી ભરવામાંથી મુક્તિ આપી છે. access_time 8:59 pm IST